Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પ્રતિક્રમણના બે પ્રકારો છે. અથવા પાપ કર્મની સામાન્ય અને વિશેષ રીતે આલોચના કરવી, તે “પ્રતિક્રમણ'ના બે પ્રકારો છે. દાખલા તરીકે ‘સત્રમ્સ વિ ફેવસિઝ શ્વતિ તુમ્ભાસિગ િિક્રય મિચ્છા મિ દુક્લએ પાપકર્મોની સામાન્ય આલોચના છે અને ‘નો મે તેવસિયો મારો ગો ગો વાફો માલિકો સસ્તુનો ૩Hો....મિચ્છા મિ દુક્કડું | એ પાપકર્મોની વિશેષ આલોચના છે. એ રીતે જે સૂત્રો વડે પાપ-કર્મોની વિસ્તૃત આલોચના કરવામાં આવી હોય, તે બધી વિશેષ આલોચના સમજવી.
- ત્રણ પ્રકાર : મનદંડ, વચનદંડ અને કાયદંડથી નિવર્તવું એ પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. અથવા માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય-એ ત્રણ શલ્યથી નિવર્તવું એ “પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. અથવા ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવથી નિવર્તવું, એ પ્રતિક્રમણના ત્રણ પ્રકારો છે; તે જ રીતે જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના અને ચારિત્ર-વિરાધનાથી નિવર્તવું, એ પણ “પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. કાલની અપેક્ષાએ ભૂતકાલ-સંબંધી, વર્તમાનકાલ-સંબંધી, એક ભવિષ્યકાલસંબંધી પાપોનું પ્રતિક્રમણ કરવું, એ પણ “પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. અહીં એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે “પ્રતિક્રમણની ક્રિયા તો થયેલી ભૂલો અંગે સંભવે, પણ થઈ રહેલી કે થનારી ભૂલો અંગે કેમ સંભવે ?” એનો ઉત્તર એ છે કે “પ્રતિક્રમણને જ્યારે અશુભ યોગની નિવૃત્તિરૂપ ગણીએ, ત્યારે તે પ્રતિક્રમણ ત્રણે કાળમાં સંભવે છે. ભૂતકાળના અશુભ યોગમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને સામાન્ય રીતે પ્રતિક્રમણ કહેવામાં આવે છે, વર્તમાનકાલના અશુભ યોગોમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને સંવર કહેવામાં આવે છે અને ભવિષ્યકાળના અશુભ યોગમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે.
ચાર પ્રકાર : ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયથી નિવર્તવું એ “પ્રતિક્રમણ'ના ચાર પ્રકારો છે, અથવા આહાર, નિદ્રા, ભય
* સૂત્ર ૨૭. પડમ-ડવા સુd. + સૂત્ર ૨૮ અમરત્નોન-સુd.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org