Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ તથા મિથ્યાત્વશલ્ય” એ અઢાર પરસ્થાન કે પાપસ્થાનક છે.* પ્રમાદને વશ થવાથી આત્મા પોતાનું સ્થાન છોડીને પરસ્થાનમાં જાય છે, એ હકીકત છે. અહીં “પ્રમાદ' શબ્દથી “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય”નું ચતુષ્ક ગ્રહણ કરવા યોગ્ય છે; કારણ કે પાપકર્મોની પ્રવૃત્તિ થવામાં તે બધાં સહકારી કારણો છે. તેમાં “મિથ્યાત્વ' શબ્દથી વિપરીત શ્રદ્ધાન, અવિરતિ’ શબ્દથી અસંયમ, “પ્રમાદ' શબ્દથી ધ્યેય તરફનું દુર્લક્ષ અને કષાય' શબ્દથી અધ્યવસાયોની મલિનતા સમજવાની છે.
આત્માને જે ઘડીએ એવું ભાન થાય છે કે “પ્રમાદવશાત હું ભૂલ્યો અને ન જવાના માર્ગે ગયો,” ત્યારે તેનું વલણ પાછું પોતાના મૂળ સ્થાને જવાનું થાય છે. આ રીતે પોતાના મૂળ સ્થાને જવાની જે ક્રિયા કે પ્રવૃત્તિ, તે “પ્રતિક્રમણ' કહેવાય છે.
"प्रति प्रति वर्तनं वा शुभेषु योगेषु मोक्षफलेषु । નિઃશચણ ચર્ય તકા યે પ્રતિમાનું !”
* પાપસ્થાનોનાં વિશેષ વર્ણન માટે જુઓ સૂત્ર ૩૧. વૈદિક ધર્મમાં પાપસ્થાનોની ગણતરી આ રીતે કરવામાં આવી છે :"अदत्तानामुपादानं, हिंसा चैव विधानतः । परदारोपसेवा च, कायिकं त्रिविधं स्मृतम् ॥ पारुष्यमनृतं चैव, पैशुन्यच्चापि सर्वशः । असम्बद्धप्रलापञ्च, वाङ्मयं स्यात् चतुर्विधम् ॥ परद्रव्येष्वभिध्यानं, मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च, मानसं त्रिविधं स्मृतम् ॥" -वाचस्पत्य कोश, पृ. ३४८३.
અદત્તનું ગ્રહણ, હિંસા, પરસ્ત્રીગમન-આ ત્રણ શારીરિક પાપો છે. કઠોરતા, જૂઠું, ચાડી અને અસંબદ્ધ પ્રલાપ-આ ચાર વાચિક પાપો છે.
પરદ્રવ્યની ઇચ્છા, મનથી અનિષ્ટ ચિંતન અને કદાગ્રહ-આ ત્રણ માનસિક પાપો છે. ૧. આવશ્યક-ટીકા હારિભદ્રીય પ્રતિક્રમણ-અધ્યયન, પૃ. ૫૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org