Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પરિશિષ્ટ બીજું પ્રતિક્રમણ (ચતુર્થ આવશ્યક)
અથવા
પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા (૧) પાપકર્મો ન કરવાનો ધર્માદેશ
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે “પાવ-મું નેવ જ્ઞા, ફરન્ના” (આચારાંગ સૂત્ર) “પાપકર્મ કરવું પણ નહિ અને કરાવવું પણ નહિ.” પાવમૂળો મળે તે પરિણય મેદાવી" (આચારાંગ સૂત્ર) “બુદ્ધિમાન પુરુષે પાપકર્મનું સ્વરૂપ બરાબર જાણીને તેને આચરવું નહિ."* (૨) પાપકર્મોની શુદ્ધિનો ઉપાય
પાપકર્મો ન કરવા યોગ્ય હોવા છતાં પ્રાકૃત (છમ0) મનુષ્યો કેટલાંક પાપકર્મો જાણતાં કે અજાણતાં અવશ્ય કરે છે. તેથી “પાપકર્મોનું પ્રમાણ કેમ ઘટે ? અને લાગેલાં પાપોની શુદ્ધિ કેમ થાય ?' એ પ્રશ્ન વિચારણીય બને છે.
* બૌદ્ધશાસ્ત્રોમાં કહ્યું છે કે -
"सव्वपावस्स अकरणं, कुसलस्स उपसम्पदा । સવિડિયોને, પતં વૃદ્ધાન શાહનું ” -ધમ્મપદ ૧૪-૫.
કોઈ પ્રકારનું પાપ કરવું નહિ, પુણ્ય-કાર્યોનું સંપાદન કરવું અને ચિત્તને પરિશુદ્ધ રાખવું એ બુદ્ધોનો આદેશ છે.”
વૈદિક ધર્મમાં કહ્યું છે કે-"પ્રશસ્તન સા , ગપ્રતિનિ વર્જયેત્ ” પ્રશસ્ત કાર્યો (સુકૃત) સદા કરવાં અને અપ્રશસ્ત કાર્યો (પાપો) કરવાં નહિ.”
જરથુષ્ટ્ર ધર્મમાં કહ્યું છે કે “તમામ નેક વિચાર, નેક વચન અને નેક કામને વખાણવાં તથા અખત્યાર કરવા અને તમામ બદવિચાર, બદ સખુન અને બદ કામને ધિક્કારવાં તથા તેનો ત્યાગ કરવો.”
આ રીતે બીજા ધર્મોએ પણ પાપ-કર્મો ન કરવાનો આદેશ આપેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org