Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 509
________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૦ ૪૯૧ (૪) પ્રતિક્રમણથી થતા લાભો પ્રતિક્રમણથી શું લાભ થાય છે ? તેનો ઉત્તર ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમા અધ્યયન પરથી જાણી શકાય છે ઃ તેમાં જણાવ્યું છે કે "पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयछिद्दाई पिइ । पिहियवयछिद्धे पुण जीवे निरुद्धासवे असबलचरिते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहए विहरइ || " “હે ભગવન્ ! ‘પ્રતિક્રમણ’થી જીવને શું પ્રાપ્ત થાય છે ? (ઉત્તર) હે ગૌતમ ! ‘પ્રતિક્રમણ’થી (૧) વ્રતમાં પડેલાં છિદ્રો પુરાય છે. (૨) વ્રતનાં છિદ્રો પુરાઈ જવાથી આસવનો નિરોધ થાય છે. (૩) આસવનો નિરોધ થવાથી ચારિત્ર નિર્દોષ બને છે અને (૪) નિર્દોષ ચારિત્રવાળો જીવ અષ્ટપ્રવચન. માતાના પાલનમાં ઉપયોગયુક્ત બનીને, સંયમના યોગપૂર્વક સુપ્રણિધાન-પૂર્વક વિચરે છે.” “પાપી મનુષ્યનું મન જેમ જેમ પોતાનાં પાપની નિંદા કરે છે, તેમ તેમ તેનું અંતઃકરણ અધર્મમાંથી મુક્ત થાય છે.” कृत्वा पापं हि संतप्य, तस्मात्पापात्प्रमुच्यते । नैवं कुर्यां पुनरिति, निवृत्त्या पूयते तु सः ॥ २३०॥ “જે મનુષ્ય પાપકર્મ કરીને તેને માટે સંતાપ કરે છે તે મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે, અને હવે ફરીને આવું પાપ નહિ કરું, એ રીતે નિવૃત્તિરૂપ સંકલ્પ કરવાથી પવિત્ર થાય છે.” एवं संचिन्त्य मनसा, प्रेत्य कर्मफलोदयम् । मनोवाड्मूर्तिभिर्नित्यं, शुभं कर्म समाचरेत् ॥२३१॥ “ઉપર પ્રમાણે શુભ તથા અશુભ કર્મનું ફળ પરલોકમાં મળે છે. આ પ્રમાણે મન સાથે વિચાર કરીને મન, વાણી તથા કાયા વડે નિત્ય શુભ કર્મ કરવાં.' अज्ञानाद् यदि वा ज्ञानात्, कृत्वा कर्म विगर्हितम् । तस्माद् विमुक्तिमन्विच्छन्, द्वितीयं न समाचरेत् ॥२३२॥ “અજાણતાં અથવા તો જાણી જોઈને કરેલાં પાપકર્મમાંથી છૂટવાની ઇચ્છા કરનારા પુરુષે બીજું પાપકર્મ કરવું નહિ." For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532