Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 507
________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્રક્રિયા ૦૪૮૯ આ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા ધર્મોએ જુદી જુદી રીતે આપ્યો છે. બૌદ્ધોએ તેના ઉત્તરમાં પાપદેશના (પાપની કબૂલત કરવાની ક્રિયા) રજૂ કરી છે. વૈદિકોએ તેના ઉત્તરમાં અઘમર્ષણ રજૂ કર્યું છે. જરથુષ્ટ્રોએ તેના ઉત્તરમાં પતેતપશેમાની રજૂ કરી છે. ઈસ્લામીઓએ તેના ઉત્તરમાં તોબાહ રજૂ કરી છે અને ખ્રિસ્તીઓએ તેના ઉત્તરમાં (પાપનો) એકરાર (Confession) રજૂ કર્યો છે, જ્યારે જૈનોએ તેના ઉત્તરમાં “પ્રતિક્રમણની ક્રિયા' રજૂ કરી છે. આ ક્રિયાઓનું તટસ્થ અવલોકન કરવામાં આવે તો કોઈ પણ મુમુક્ષુને એ વાત પ્રથમ દૃષ્ટિએ જ જણાઈ આવશે કે પાપ-મોચન અંગેની વિશદતા, વ્યવહારુ કે વ્યવસ્થામાં પ્રતિક્રમણ-ક્રિયાની સરખામણી અન્ય કોઈ પણ ક્રિયા કરી શકે તેમ નથી. (૩) પ્રતિક્રમણ અને પુરુષાર્થ “પ્રતિક્રમણની ક્રિયા' પુરુષાર્થ ઉપર રચાયેલી છે; એટલે તેની પાછળ એવી ભાવના રહેલી છે કે આ આત્મા મૂળ સ્વરૂપે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સ્વામી છે; પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયને લીધે મનવચન-કાયાની અશુભ પ્રવૃત્તિ કરવાને પ્રેરાય છે અને તેના વડે કર્મનાં ગાઢ બંધનોથી બંધાય છે. તેથી આ પરિસ્થિતિમાંથી મુક્ત થવું તે એના પોતાના જ હાથની વાત છે. બીજા શબ્દોમાં કહીએ તો પાપમાંથી મુક્તિ મેળવવી, એ પુરુષાર્થને આધીન છે; તેથી મુમુક્ષુ આત્માએ તે માટે પ્રચંડ પુરુષાર્થ કરવો ઘટે છે. આવો કોઈ પુરુષાર્થ ન કરતાં માત્ર ઈશ્વર કે પ્રભુને પોતાનાં પાપો માફ કરી દેવાની પ્રાર્થના કરવી, તેનો અર્થ કંઈ જ નથી. આપણે પાપકર્મો કર્યા કરીએ અને આપણો કલ્પેલો ઈશ્વર કે પ્રભુ આપણી આજીજીથી પીગળી જઈને ગુનાઓ માફ કરતો રહે, તો સંભવ છે કે નિરંતર પાપકર્મો કરવાને ટેવાયેલો જીવ કદી પણ પાપકર્મમાંથી નિવૃત્ત થાય નહિ અને સંસારચક્રમાં સદા સિદાતો જ રહે. જો કલ્પેલો ઈશ્વર કે પ્રભુ કર્મ અનુસાર ફલ આપવાનો હોય તો પાપકર્મો કરતાં જ અટકવું જોઈએ અને જે પાપકર્મો અજાણતાં થઈ ગયાં હોય તેને માટે દિલગીર થવું જોઈએ કે જેથી બીજી વખત તે પાપકર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532