Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
अनादृत्य गुरोर्वाक्यं शृणुयाद् यः पराङ्मुखः । अहितं वा हितं वापि, रौरवं नरकं व्रजेत् ॥९८॥ गो-ब्राह्मणवधं कृत्वा, यत्पापं समवाप्नुयात् । तत्पापं समवाप्नोति, गुर्वग्रेऽनृतभाषणात् ॥९९॥
‘ગુરુની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુના ધનનું હરણ કરવું, ગુરુનું ભૂંડું કરવું કે મનથી ભૂંડું ઇચ્છવું તે ગુરુદ્રોહ કહેવાય છે અને તે કરનારો પાતકી છે.'
‘ગુરુમાં અત્યન્ત ભક્તિવાળો શિષ્ય પોતે અનેક સેવકવાળો હોય તો પણ પોતે જ ગુરુની સેવા કરે, પણ સેવકો પાસે સેવા કરાવે નહિ.’
‘શિષ્ય શ્રીગુરુ આગળ કદી પણ જાતિ, વિદ્યા, ધન વગેરેનું અભિમાન કરવું નહિ, પરંતુ તેનો ત્યાગ કરીને સર્વદા તેમની સેવા કરવી.’ વિનીત શિષ્ય કામ ક્રોધનો પરિત્યાગ કરીને ગુરુની સ્તુતિ-ભક્તિ કરતો થકો પૃથ્વી ઉપર ગુરુથી નીચા આસને બેસે અને ગુરુએ બતાવેલું કાર્ય કરે.’
‘ગુરુએ કહેલી વાત હિતકર કે અહિતકર લાગે તો પણ તેને આદરપૂર્વક સાંભળવી જોઈએ. જે શિષ્ય ગુરુની વાત અનાદરથી સાંભળે છે, તે રૌરવ નરકમાં જાય છે.’
ગાય તથા બ્રાહ્મણને મારનારને જે પાપ લાગે છે, તે ગુરુની આગળ ખોટું બોલવાથી લાગે છે, માટે ગુરુની આગળ કદી પણ ખોટું બોલવું નહિ.'
‘“અનુજ્ઞાત: સંવિશેત્ ॥૨॥
न चैनमभिप्रसारयीत ॥ ३ ॥
न चास्य संकाशे संविष्टो भाषेत ॥५॥
अभिभाषितस्त्वासीनः प्रतिब्रूयात् ||६||
अनुत्थाय तिष्ठन्तम् ॥७॥
गच्छन्तमनुगच्छेत् ॥८॥ धावन्तमनुधावेत् ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org