Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વ્યવહાર રાખવો, તે જાણવા જેવું છે. જૈન શાસ્ત્રો કહે છે કે
‘જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરુ સાથે રહીને વિનય* શીખતો નથી, તે વાંસનાં ફળની માફક પોતાના જ નાશનું કારણ થાય છે.’
એ
જે ગુરુ આચારવાન છે, ગુણનિષ્ઠ છે, તેમનું અપમાન કરવું, અગ્નિની પેઠે પોતાના સદ્ગુણોને ભસ્મીભૂત કરવા જેવું છે.' ‘ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું અશકય છે.’
* વિનય પાંચ પ્રકારનો છે-તે આ રીતે :
(૧) લોકોપચાર-વિનય-લોક-વ્યવહાર નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૨) અર્થ-વિનય-ધનની પ્રાપ્તિ નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૩) કામ-વિનય-કામભોગની પ્રાપ્તિ નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૪) ભય-વિનય-ભયના કારણે થતું વિનયનું પ્રવર્ન.
(૫) મોક્ષ-વિનય-મોક્ષ-પ્રાપ્તિના હેતુથી થતું વિનયનું પ્રવર્તન.
આ પાંચ પ્રકારના વિનયોમાંથી મોક્ષ-વિનય મુમુક્ષુઓ માટે આદરણીય છે. મોક્ષ-વિનય પાંચ પ્રકારનો છે. તે આ રીતે :
૧. દર્શન-વિનય-શ્રીજિનેશ્વરદેવોએ ષડ્વવ્ય અને તેના પર્યાયોની તથા નવ તત્ત્વોની જે પ્રકારે પ્રરૂપણા કરી છે, તે જ પ્રકારે તેની શ્રદ્ધા રાખવી.
૨. જ્ઞાનવિનય-સ્વાધ્યાય યોગ્ય શ્રુતજ્ઞાનનું પઠન-પાઠન કરવું અને તેના આધારે સંયમમાર્ગમાં વર્તવું.
૩. ચારિત્ર-વિનય-અજ્ઞાન અને મોહનો નાશ કરવા માટે વિશિષ્ટ વ્રતોનું પાલન કરવું.
૪. તપો-વિનય-કર્મની નિર્જરા કરવા માટે નાના-વિધ તપોનું અનુષ્ઠાન
કરવું.
૫. ઔપચારિક-વિનય-વિવિધ ઉપચારો વડે ગુરુનો આદર-સત્કાર કરવો. -દશવૈકાલિક-નિર્યુક્તિ.
આ પાંચ પ્રકારના વિનયમાંથી ઔપચારિક વિનયને જ સામાન્ય રીતે ‘વિનય’ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org