Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦ ૪૮૩
‘અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહુતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિની શુશ્રુષા કરે છે, તેમ અમિતજ્ઞાની શિષ્ય પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રુષા કરવી.’
‘મૂળમાંથી જેમ થડ થાય છે, થડમાંથી જેમ ડાળીઓ થાય છે, ડાળીઓમાંથી જેમ ડાંખળીઓ થાય છે, ડાંખળીઓમાંથી જેમ પાંદડાં થાય છે અને પાંદડાંમાંથી જેમ ફૂલ અને ફલનો રસ થાય છે, તેમ વિનયરૂપી મૂળમાંથી ધર્મનો સ્કન્ધ (થડ) પ્રકટે છે અને તેનો ક્રમશઃ વિસ્તાર થતાં કીર્તિ, શ્રુત અને નિઃશ્રેયસનો લાભ થાય છે.'
‘જે શિષ્ય ક્રોધી, મદમત્ત, અપ્રિય વક્તા, માયાવી અને શઠ હોઈ અવિનીત રહે છે, તે પ્રવાહમાં તણાતા કાષ્ઠની પેઠે સંસાર-પ્રવાહમાં તણાયા કરે છે.'
જે શિષ્યો આચાર્યો અને ઉપાધ્યાયોની સેવા કરે છે તથા તેમનું કહ્યું કરે છે, તેઓની શિક્ષા પાણીથી સિંચાયેલાં વૃક્ષોની પેઠે વૃદ્ધિ પામે છે.' ‘અવિનીત પુરુષોને વિપત્તિ છે અને સુવિનીત પુરુષોને સૌ રૂડાં વાનાં છે, એમ જે બરાબર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે.’
‘જે શિષ્ય સદ્ગુરુની આજ્ઞામાં રહે છે, જે ધર્મનું રહસ્ય સમજ્યો છે, તથા જે વિનયની બાબતમાં કુશળ છે, તે આ દુસ્તર (સંસાર) પ્રવાહને તરી જાય છે તથા કર્મોનો ક્ષય કરી સિદ્ધિરૂપી ઉત્તમ ગતિને પામે છે.’ વૈદિક સંપ્રદાયમાં ગુરુ પ્રત્યેના વર્તન માટે કહ્યું છે કે
‘‘આજ્ઞામનોઽર્થહરળ, ગુરોપ્રિયવર્તનમ્ । गुरुद्रोहमिति प्राहुर्यः करोति स पातकी ॥७५॥ गुरुकार्ये स्वयं शक्तः, नापरं प्रेषयेत् प्रिये ! બહુમત્તિપમૃથૈ:, સહિતોઽતિમષ્ટિમાન્ ॥૬૨ા અભિમાનો ન ર્તવ્યો, નાતિ-વિદ્યા-ધનાવિમિ: । सर्वदा सेवयेन्नित्यं, शिष्यः श्रीगुरुसन्निधौ ॥९४॥ જામ-ક્રોધ-પરિત્યાગી, વિનીત: સ્તુતિમત્તિમાન્ । देवि ! भूम्यासने तिष्ठेद् गुरुकार्यं समाचरन् ॥९५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org