Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૪૧૧
જણાવી દીધું છે; તથા સ્તવની સાતમી ગાથાથી શરૂ કરીને પંદરમી ગાથા સુધી એટલે કુલ નવ ગાથાઓ વડે તેની ‘નવ-રત્નમાલા’ રચી છે.
આ નવરત્નમાલાનો પહેલો વિભાગ નામસ્તુતિનો છે, તેમાં સ્તવકર્તાએ દેવીને જુદાં જુદાં ચોવીસ નામોથી સંબોધી છે. તે આ રીતે : (૧) ભગવતી-કારણ કે તે ભગ શબ્દથી સૂચિત થતાં જ્ઞાન, ઐશ્વર્ય, તેજ વગેરે ગુણોવાળી છે. (૨) વિજયા-કારણ કે તે વિજયને અપાવનારી છે. (૩) સુજયા-કારણ કે તે સુંદર જયને કરનારી છે. (૪) અજિતા-કારણ કે તે કોઈથી જિતાતી નથી. (૫) અપરાજિતા—કારણ કે કોઈથી તેનો પરાભવ થતો નથી.* (૬) જયાવહા-કારણ કે તે જયને લાવનારી છે. (૭) ભવતી
જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ ચાર દિશાની રખેવાળી કરનારી દેવીઓ છે અને યંત્ર-સ્થાપન વખતે તેમને જુદી જુદી ચાર દિશાઓનું (કેટલાકને મતે ચાર ખૂણાઓનું) રક્ષા કરવાનું કામ સોંપાય છે. તેમનાં આયુધ વગેરેનો પરિચય ‘નિર્વાણકલિકા'માં નીચે મુજબ આપેલો છે :
“ઝ નમ: પૂર્વતિ દ્વારાધિલેવલે ! તિવ્રુતિ ! અમય-પાશાકુશ-મુ/વ્યવ્રપાળિ ! पूर्वद्वारे तिष्ठ २ जये ! स्वाहा ।
ૐ નમો ક્ષિગતિ દ્વારાધિયેવલે ! રવ્રુતિ ! ગમય-પાશાદુશ-મુદ્રા તાળિ !
दक्षिणद्वारे तिष्ठ २ विजये ! स्वाहा ।
ૐ નમો અપવિ દ્વારાધિદેવતે ! નપ્રમે ! ગમય-પાશાËશ-મુદ્રવ્યપ્રવાળિ !
पश्चिमद्वारे तिष्ठ २ अजिते ! स्वाहा ।
૩ નમો ઉત્તરવિ દ્વારેિવતે ! શ્યામવૃત્તિ ! અમય-પાશાકશ-મુદ્રાન તાળિ !
ત્તદ્વારે તિષ્ઠ ૨ અપરાખિતે ! સ્વાહા ।''
‘ઓમ્-પૂર્વક નમસ્કાર હો ! પૂર્વ દિશાના દ્વારની અધિષ્ઠાત્રી, સફેદ કાન્તિવાળી, અભય, પાશ, અંકુશ, મુદ્ગરથી યુક્ત હાથવાળી પૂર્વદ્વારમાં તું રહે રહે, હૈ યા ! સ્વાહા.
ઓમ્-પૂર્વક-નમસ્કાર હો ! દક્ષિણ દિશાના દ્વારની અધિનાયિકા, લાલ કાન્તિવાળી, અભય, પાશ, અંકુશ અને મુગરથી યુક્ત હાથવાળી, દક્ષિણ દિશાના દ્વારમાં તું રહે રહે, હે વિજયા ! સ્વાહા.
ઓયૂ-પૂર્વક નમસ્કાર હો ! પશ્ચિમ દિશાના દ્વારની અધિનાયિકા સુવર્ણ-સમ કાન્તિવાળી અભય, પાશ, અંકુશ અને મુગરને ધારણ કરવાવાળી પશ્ચિમ દિશાના દ્વાર પર તું રહે રહે, હે અજિતા ! સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org