Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૬૧
વખત દેવથી ગફલતથી ભાવિભાવને લીધે વિષ ચડ્યું પરંતુ તે વિષ ખાસ અસર ન કરી શક્યું. અને એ ઉદાયન રાજર્ષિ ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી, આયુષ્ય સમાપ્ત થયે મોક્ષમાં ગયા.
૪૧. મનક ઃ- શ્રીશયંભવસૂરિના પુત્ર અને શિષ્ય. તેમનું આયુષ્ય અલ્પ હતું, તેથી સાધુ-ધર્મનું જલદી જ્ઞાન કરાવવા માટે સૂરિજીએ સિદ્ધાંતોમાંથી ઉદ્ધરીને શ્રીદશવૈકાલિક નામનું સૂત્ર બનાવ્યું, જે આજે પણ સુપ્રસિદ્ધ છે. એ સૂત્રનો અભ્યાસ કરી છ માસ ચારિત્ર પાળીને તે સ્વર્ગે
ગયા.
૪૨. કાલકાચાર્ય :- (૧) તુરમિણી નગરીમાં કાલક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની બહેનું નામ ભદ્રા હતું અને ભદ્રાને એક પુત્ર હતો, તેનું નામ દત્ત હતું. કાલકે દીક્ષા લીધી. દત્ત મહાઉદ્ધત હતો અને સાતે વ્યસનમાં પારંગત હતો. અનુક્રમે જિતશત્રુ રાજા પાસેથી તેણે રાજ્ય પડાવી લીધું અને તેનો માલિક થઈ બેઠો. પછી તેણે યજ્ઞ શરૂ કર્યો, જેમાં અનેક જીવોનો સંહાર થવા લાગ્યો.
એકદા કાલકાચાર્ય (સંસારી અવસ્થાના તેના મામા) ફરતા ફરતા ત્યાં આવ્યા અને દત્તે તેમને યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે કાલકાચાર્યે કહ્યું કે ‘આવા હિંસામય યજ્ઞ કરવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે'. દત્તે તેનું પ્રમાણ માગ્યું, ત્યારે આચાર્યે જણાવ્યું કે ‘આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે, એ તેનું પ્રમાણ છે.’ આચાર્યની આ વાણી સાચી પડી, અને મરીને તે સાતમી નરકે ગયો. જિતશત્રુ રાજા ફરી ગાદીએ આવ્યો અને તેણે કાલકાચાર્યના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કર્યો.
(૨) કાલકાચાર્ય-તેમના પિતાનું નામ પ્રજાપાળ હતું અને તે શ્રીપુરના રાજા હતા.
તેમના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી તેઓ ભરૂચમાં ચોમાસું રહ્યા હતા. પરન્તુ પૂર્વભવના વેરી ગંગાધર પુરોહિતે રાજાના કાન ભંભેર્યા અને યુક્તિથી તેમને ચોમાસામાં અન્ય સ્થળે કાઢ્યા, એટલે તેઓ ત્યાંથી પ્રતિષ્ઠાનપુરમાં ચતુર્માસ કરવા ગયા. ત્યાંના રાજા શાલિવાહને તેમનો નગરપ્રવેશ મહાન ઉત્સવપૂર્વક કરાવ્યો. પર્યુષણપર્વ નજીક હોવાથી રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org