Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય – ૪૭૧
તેણે વૈરાગ્ય પામી શ્રીચંદનબાલા આગળ દીક્ષા લીધી અને વિવિધ તપોનું આચરણ કરી આત્મ-કલ્યાણ કર્યું
૧૮. મૃગાવતી :- આ પણ ચેટક રાજાની પુત્રી હતી અને કૌશામ્બીના શતાનીક રાજાને પરણી હતી. એક વાર તેનો અંગૂઠો માત્ર જોઈને કોઈ ચિત્રકારે તેની પૂર્ણ છબી આલેખી, તે જોઈને શંકિત થયેલા શતાનીક રાજાએ તે ચિત્રકારનું અપમાન કર્યું, એટલે તે ચિત્રકારે તે છબી ઉજ્જયનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવી. પરિણામે ચંડપ્રદ્યોતે રાજા શતાનીક પાસે રાણી મૃગાવતીની માગણી કરી, પણ શતાનીકે તેને નકારી કાઢી. આથી કૌશાંબી પર ચડાઈ થઈ. શતાનીક તે જ રાત્રે અપસ્મારથી મરણ પામ્યો. એટલે મૃગાવતીએ યુક્તિથી ચંડપ્રદ્યોતને પાછો કાઢ્યો અને ચાતુર્ય-યુક્તિથી રાજ્ય-રક્ષા માટે રાજધાનીને મજબૂત કિલ્લો કરાવ્યો. ત્યાં પ્રભુ મહાવીરનું પધારવું થતાં રાણી મૃગાવતીએ નગરના દરવાજા ઉઘાડી નાખ્યા અને વંદન કરવા ગઈ. ચંડપ્રદ્યોત પણ પ્રભુ મહાવીરના દર્શને ગયો. સમવસરણમાં પ્રભુ મહાવીરની સમક્ષ પોતાના બાલ-કુમારને ચંડપ્રદ્યોતના ખોળામાં સોંપી તેની અનુમતિ મેળવી મૃગાવતીએ દીક્ષા લીધી અને ચંદનબાળાની શિષ્યા થઈ. તેના પુત્ર ઉદયનને કૌશાંબીની ગાદીએ બેસાડવામાં આવ્યો.
એક વાર ઉપાશ્રયે પાછાં ફરતાં મોડું થવાથી શ્રીચંદનબાળાએ ઠપકો આપ્યો. તે પરથી ક્ષમાપના કરતાં તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગુરુણી ચંદનબાળા એ વખતે સૂઈ રહ્યાં હતાં. ગાઢ અંધકારમાં તેમની પાસેથી સર્પ નીકળ્યો, એ કેવલજ્ઞાનના પ્રભાવે જાણી મૃગાવતીએ* તેમનો હાથ જરા બાજુએ કર્યો. શ્રીચંદનબાળા જાગી ગયા અને પૂછ્યું : ‘મને કેમ જગાડી ?’
परविवाहकारणस्स पच्चक्खायं (ति) धूयाओ कस्सइ न देइ, ताओ मादिमिस्सग्गाहिं राया पुच्छित्ता अन्नेसिं इच्छियाणं सरिसयाणं देइ. पभावती वीईभए णयरे उदायणस्स दिण्णा पउमावाई चंपाए दहिवायणस्स मियावई कोसंबीए सयाणियस्स सिवा उज्जेणीए पज्जोयस्स जेट्ठा कुंडग्गामे वद्धमाणसामिणो जेट्ठस्स णंदिवद्धणस्स दिण्णा, सुजेट्ठा चेल्लणा ય વળવાનો અ ંતિ. -આવ. હરિ. વૃ. પૃ. ૬૭૬ મા, ૬૭૭ ૧.
* વ્યંમિ નિન્દાર્દ, જ્ઞાનમિ ંતિ તત્થવાહરનું ।
भावमि तदुवउत्तो मिआवई तत्थुदाहरणं ॥ १०४८॥
Jain Education International
-આવ. હારિ વૃ. પૃ.૪૮૪ મા.
For Private & Personal Use Only
www.jainelibrary.org