Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ અહીં આવતાં હતાં. આ રીતે છ બાળકો કંસને સોંપાયાં હતાં. સાતમો પુત્ર નંદની પત્ની યશોદાને સોંપ્યો અને તેની બાળક-પુત્રી કંસને અપાઈ. આ સાતમો પુત્ર તે જ શ્રીકૃષ્ણ. અનુક્રમે દેવકીએ સમ્યક્ત-સહિત શ્રાવકનાં બાર વતો ગ્રહણ કર્યા હતાં અને તે સારી રીતે પાળ્યાં હતાં.
૨૯. દ્રૌપદી :- પાંડવોની પત્ની. કથા પ્રસિદ્ધ છે.
૩૦. ધારિણી* - ચેટક મહારાજની પુત્રી, ચંપાપુરીના મહારાજા દધિવાહનની પત્ની. ચંદનબાળાની તે માતા હતી. એક વાર શતાનીક રાજા નગર પર ચડી આવતાં ધારિણી પોતાની નાની પુત્રી વસુમતી સાથે નાસી છૂટી. તેમને કોઈ સુકાનીએ ગ્રહણ કરી, રસ્તામાં અનુચિત માગણી કરી. એ વખતે ધારિણીએ શીલના રક્ષા કરવા માટે જીભ કરડીને પ્રાણત્યાગ કર્યો હતો.
૩૧. કલાવતી :- શંખ રાજાની શીલવતી સ્ત્રી, ભાઈએ મોકલેલાં કંકણોની જોડી પહેરીને પ્રશંસાનાં વાક્યો ઉચ્ચારતી હતી, તેમાં ગેરસમજૂતી થઈ. પતિને તેના શીલ પર શંકા આવતા કંકણ-સહિત કાંડા કાપવાનો હુકમ થયો. મારાઓએ જંગલમાં લઈ જઈ, કંકણ-સહિત તેનાં કાંડાં કાપી લીધાં, પરંતુ શીલના દિવ્ય પ્રભાવે તેના હાથ હતા તેવા ને તેવા થઈ ગયા. આ જંગલમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને આગળ જતાં તાપસના આશ્રમે આશ્રય લીધો. શંકા દૂર થતાં પતિ પાછળથી પસ્તાયો. ઘણાં વર્ષો બાદ તેને પતિનો ફરી મેળાપ થયો, પણ ત્યારે જીવન-રંગ પલટાઈ ગયો હતો. છેવટે દીક્ષા લઈ તેણે આત્મ-કલ્યાણ કર્યું અને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને તે મોક્ષે જશે.
x तए णं सा दोवई रायवरकनगा बहूणं रायवरसहस्साणं मज्झमज्झेणं सम इच्छमाणी
पुवकय नियाणेणं चोइज्जमाणी जणेव पंच पंडवा तेणेव उवागच्छइ ते पंच पंडवे तेणं दसद्धवण्णेणं कुसुम दामेणं आवेढियपरिवेढिए करेइ एवं वयासी-एए णं मए पंच पंडवा વરિયા !
- નાયાધHદાઓ અધ્ય. ૨૬, પૃ. ૧૮૨. ★ तत्थ दहिवाहणो पलाओ, रण्णाय जग्गहो घोसिओ, एवं जग्गहे घुढे दहिवाहणस्स रणे
धारिणी देवी, तीसे धूया वसुमती, सा सह धूयाए एगेण होडिएण गहिया, राया य निग्गओ, सो होडिओ भणति-एसा मे भज्जा, एयं च दारियं विक्केणिस्सं, सा तेण मणोमाणसिएण दुक्खेण एसा मम धूया ण णज्जइ किं पाविहितित्ति अंतरा चेव कालगया ।
- કાવ. હરિ . 9. ર૨૩ મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org