Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પરિશિષ્ટ પહેલું
વંદનક
યાને
ગુરુ-વંદનનો મહિમા
(તૃતીય આવશ્યક) (૧) વંદન-વ્યવહારની વિશિષ્ટતા
ભારતીય સંસ્કૃતિમાં વંદનને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. જૈનો અહંતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને ભક્તિભાવથી વંદન કરે છે અને તેના દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે એમ માને છે. બૌદ્ધો બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રિરત્નને વંદના કરે છે અને તેના દ્વારા સગુણોનો વિકાસ થાય છે, તેમ માને છે. તથા વૈદિકો દેવતા,
★ "नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए સવ્વસાહૂણ || एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ॥१॥" + “જે વુદ્ધા અતીતા , યે ૨ યુદ્ધા મનાતા !
पच्चुप्पना च ये बुद्धा, अहं वंदामि सव्वदा ॥ ये च धम्मा अतीता च, ये च धम्मा अनागता । पच्चुप्पना च ये धम्मा, अहं वंदामि सव्वदा ॥ ये च संघा अतीता च, ये च संघा अनागता । પ્રવૃન્ના સંધા, અદૃ વંમિ સવ્યા ” –બૌદ્ધચર્યાપદ્ધતિ.
ભૂતકાળમાં જે બુદ્ધો થયા છે, ભવિષ્યકાલમાં જે બુદ્ધો થશે અને વર્તમાનકાલમાં જે બુદ્ધો છે, તે બધાને હું સર્વદા વંદન કરું છું.
ભૂતકાલના બુદ્ધ-પ્રદર્શિત ધર્મો, ભવિષ્યકાલના બુદ્ધ-પ્રદર્શિત ધર્મો અને વર્તમાનકાલના બુદ્ધ-પ્રદર્શિત ધર્મોને હું સર્વદા વંદન કરું છું.
- ભૂતકાળના બુદ્ધ-શિષ્ય-સંઘો, ભવિષ્યકાલના બુદ્ધ-શિષ્ય-સંઘો અને વર્તમાનકાલના બુદ્ધ-શિષ્ય-સંઘોને હું સર્વદા વંદન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org