Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
થવું પડ્યું હતું, પણ બધામાં તે પાર ઊતરી હતી અને આખરે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વરી હતી.
૧૩. પદ્માવતી* :- જુઓ રાજર્ષિ કરકંડૂ (૧૮)
૧૪. અંજનાસુંદરી :- પવનંજયની પત્ની અને હનુમાનની માતા. પરણીને પતિએ વર્ષો સુધી તરછોડી હતી, તેથી દુ:ખનો દિવસો શરૂ થયા હતા. એક વાર પતિયુદ્ધે ચડ્યા ત્યાં ચક્રવાક-મિથુનની વિરહ-વિહ્લલતા જોઈ પત્ની યાદ આવી. પત્નીને મળવા ગુપ્ત રીતે તે પાછા આવ્યા પણ એ મિલન પરિણામે આફતકારક પુરવાર થયું. તેમના આવ્યાની વાત કોઈએ જાણી ન હતી અને અંજનાને જ્યારે ગર્ભવતી જોઈ ત્યારે તેના પર કલંક મુકાયું. તેને પિતાને ઘે૨ મોકલવામાં આવી, પણ કલંકવાળી પુત્રીને કોણ સંઘરે ? આખરે વનની વાટ લીધી. ત્યાં હનુમાન નામે તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સતી અંજના શીલવ્રતમાં અડગ રહી. પતિ પાછો આવતાં બધી વાત જાણીને તે પસ્તાયો, પત્નીની શોધમાં નીકળ્યો અને બહુ પ્રયત્ને મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઈ મુક્તિપદ પામ્યાં.
૧૫. શ્રીદેવી :- શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી. એક પછી એક એમ બે વિદ્યાધરોએ હરણ કરી તેને શીલથી ડગાવવા ઘણી કોશિશ કરી હતી, પણ પર્વતની જેમ તે નિશ્ચલ રહી હતી. છેવટે ચારિત્ર લઈ તે સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચ્યવીને અનુક્રમે તે મોક્ષમાં જશે.
૧૬. જ્યેષ્ઠા :- ચેટક રાજાની પુત્રી અને પ્રભુ મહાવીરના વડીલ બંધુ નંદિવર્ધનની પત્ની. પ્રભુ પાસે લીધેલાં શ્રાવકનાં બાર વ્રતો તેણે અડગ નિશ્ચયથી પાળ્યાં હતાં. તેના શીલની શક્રેન્દ્રે પણ સ્તુતિ કરી હતી.
૧૭. સુજ્યેષ્ઠાર :- ચેટક રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલો શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચેલ્લણાને લઈ ચાલતો થયો, તેથી
चंपाए दहिवाहणो राया, चेडग धूया पउमावई देवी, तीसे डोहलो - किहऽहं रायनेवत्थेण नेवत्थिया उज्जाणकाणणाणि विहरेज्जा ? ओलुग्गा, रायापुच्छा, ताहें राया य सा य देवी નયજ્ઞિિમ, રાયા છત્ત થરેફ, યા ડખ્ખાનું । આવ. હારિ રૃ. ૭૬ આ. ૧,૨,૩ :- इओ य वेसालिओ चेडओ हेहयकुलसंभूओ तस्य देवीणं अन्नमन्नाणं सत्त धूयाओ, तं जहा - पभावई पउमावई मियावई सिवा जेट्ठा सुजेट्ठा चेल्लणत्ति सो चेडओ सावओ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org