Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કેશ આવી ગયા અને લોખંડની બેડીના સ્થળે સુંદર દિવ્ય આભૂષણો બની ગયાં. સર્વત્ર ચંદનબાળાનો જયજયકાર થયો. આખરે ચંદનબાળાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને સાધ્વીસંઘના વડા થયાં તથા અનુક્રમે કેવળી થઈને મોક્ષપદ પામ્યાં.
૩. મનોરમા : - જેના શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન બન્યું, તે સુદર્શન શેઠની પતિવ્રતા પત્ની.
૪. મદનરેખા :- મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુની અત્યંત સ્વરૂપવાન સુશીલ પત્ની. મણિરથે મદનરેખાને ચલિત કરવા માટે અનેક યત્નો કર્યા, પણ વ્યર્થ ગયા. આખરે યુગબાહુનું ખૂન કરાવ્યું. પણ ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. અરણ્યમાં જઈને એક પુત્રને તેણે જન્મ આપ્યો, જે પ્રત્યેકબુદ્ધ તરીકે નમિરાજ ઋષિને નામે આગળ જતાં પ્રસિદ્ધ થયો. થોડા સમય બાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કર્યું.
૫. દમયંતી - વિદર્ભ-નરેશ ભીમરાજાની પુત્રી અને નળરાજાની પત્ની. કથા સુપ્રસિદ્ધ છે.
૬. નર્મદસુંદરી - સહદેવની પુત્રી અને મહેશ્વરદત્તની સ્ત્રી. શીલની રક્ષા માટે તેણે અનેક સંકટોનો સામનો કર્યો હતો. આખરે શ્રી આર્યસહસ્તસૂરિની પાસે દીક્ષા લીધી હતી અને યોગ્યતાથી પ્રવર્તિની-પદ પ્રાપ્ત કર્યું હતું.
૭. સીતા - વિદેહરાજ જનકની પુત્રી અને શ્રીરામચંદ્રજીની પત્ની. કથા સુપ્રસિદ્ધ છે.
૮. નંદા(સુનંદા)*. શ્રેણિક રાજા માતા-પિતાથી રિસાઈને બેનાતટ
★ एवं खलु जंबू । तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे गुण सिलए चेइए सेणिए राया,
वण्णओ । तस्सणं सेणियस्स रण्णो नंदा नामं देवी होत्था वण्णओ । सामी समोसढे परिसा निग्गया तएण णं सा नंदा देवी इमीसे कहाए लट्ठा समाणा जाव हट्ठ तुट्ठा कोडुबिय पुरिसे सद्दावइ त्ता जाणं जहा पउमांवइ जाव एक्कारस्स अंगाई अहिज्जित्ता वीसं वासाइं परियाओ जाव सिद्धा ।
-अन्तकृदृशाङ्ग सूत्र वर्ग ७ पृ. १२९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org