Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 484
________________ ૪૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ બધી વસ્તુઓ પ્રભુને સોંપીને ઘેર જઈશ. સવારે બધા સાધુઓ પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, ત્યારે મેઘકુમાર પણ સાથે હતા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તેમણે કરેલું દુર્થાન જણાવી પ્રતિબોધ આપ્યો તથા તેમનો પૂર્વભવ કહ્યો અને હાથીના ભવમાં સસલાને બચાવવા તેમણે કેવી રીતે અનુકંપા પાળી હતી, તે જણાવતાં તેમના મનનું સમાધાન થયું. પછી ચારિત્રનું નિરતિચાર પાલન કરતાં સ્વર્ગે ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે. મહાસતીઓ ૧. સુલસા- તેમના પતિનું નામ નાગરથ હતું, જે શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પ્રથમ તો તેમને કંઈ સંતાન ન હતું, પરંતુ પછીથી ઉત્તમ ધર્મારાધનના પ્રભાવથી પ્રસન્ન થયેલા દેવની સહાયતાથી એકીસાથે બત્રીસ પુત્રો થયા હતા. આ પુત્રો ભણી-ગણીને યોગ્ય વયે પરણ્યા બાદ શ્રેણિકના અંગરક્ષક તરીકે રહ્યા હતા અને શ્રેણિક જ્યારે સુજયેષ્ઠાનું હરણ કરવા ગયા, ત્યારે વીરતાથી લડીને મૃત્યુ પામ્યા હતા. પોતાના બત્રીસે પુત્રો એકીસાથે મૃત્યુ પામવા છતાં ભવસ્થિતિનો વિચાર કરીને સુલસાએ શોક કર્યો નહિ અને પતિને પણ શોકાતુર થતા રોક્યા. સુલસા ભગવાન મહાવીરની પરમશ્રાવિકા હતી. એક વખત અંબડ શ્રાવક સાથે ભગવાન મહાવીરે તેને ધર્મલાભ' કહેવરાવ્યો. તેથી અંબડને વિચાર થયો કે આ તે કેવી શ્રાવિકા હશે કે જેને ભગવાન મહાવીર ધર્મલાભ કહેવરાવે છે ! તેથી અંબડે પોતાની ઐન્દ્રજાલિક વિદ્યાથી તેની પરીક્ષા કરી, પરંતુ તે ધર્મથી જરા પણ ચલિત ન થઈ. તેથી તેને ઘરે જઈને ભગવાનનો ધર્મલાભ પહોંચાડ્યો અને તેની ધર્મ પ્રત્યે દઢતાની શ્લાઘા કરી. તે મરીને तत्थ रायगिहे पसेणइसंतिओ नाग नामा रहिओ, तस्स सुलसा भज्जा, सो अपुत्तओ इंदक्खंदादी णमंसइ, सा साविया नेच्छइ, अन्नं परिणेहि, सो भणइ-तव पुत्तो तेण कज्जं तेण वेज्जो वएसेण तिहि सयसहस्सेहिं तिर्णिण तेल कुवला पक्का सक्कालए संलावो-एरिसा सुलसा सावियत्ति । -૩માવ. રારિ વૃ. 9. ૬૭૬ મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532