Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
શ્રાવકને તે પ્રમાણે પ્રણામ કર્યા નહીં. તેથી “આચાર્ય તોસલિપુત્ર મહારાજ સમજી ગયા કે “આ યુવાન નવા આગંતુક છે' તેથી ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો કે શ્રાવક તારો ગુરુ કોણ છે? ત્યારે શ્રી આર્યરક્ષિતજી જવાબ આપે છે કે હે પ્રભો ! આ ઠઠ્ઠર શ્રાવક મારા ગુરુ છે. ક્યાંથી આવો છો ? દશપુરમાંથી માતાની ઈચ્છાને માન આપી આપની પાસે “દષ્ટિવાદ ભણવા આવ્યો છું.” ત્યારે ગુરુએ કહ્યું કે “દીક્ષા લીધા પછી દષ્ટિવાદ ભણી શકાય” ત્યારે શ્રી આર્યરક્ષિતે કહ્યું આપો દીક્ષા, તેથી શ્રી તોસલિપુત્ર આચાર્ય મહારાજે આર્યરક્ષિતને જૈન દીક્ષા આપી. તેમની પાસે આર્યરક્ષિતે જેટલો દૃષ્ટિવાદ હતો તેટલો ધારી લીધો, પછી શ્રીવજસ્વામી પાસે ભણવા માટે શ્રી આર્યરક્ષિત ગયા અને સાડા નવ પૂર્વનો અભ્યાસ કર્યો. જૈનશ્રુતજ્ઞાનના (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણ કરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ, એવા ચાર વિભાગો તેમના દ્વારા થયેલા છે. શ્રીવજસ્વામી મહારાજે તેમને આચાર્ય પદ આપ્યું અને ત્યાંથી દશપુર આવ્યા તેમનો ઉપદેશ સાંભળી તે દશપુરનો રાજા જૈન થયો. અને માતા બહેન તથા પિતા સોમદેવે વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. ત્યાંથી આચાર્ય મહારાજ પાટલિપુત્ર ગયા અને ત્યાંના ચંદ્ર રાજાને ફરી જૈનધર્મી બનાવ્યો, અને આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગમાં ગયા.
૪૦. ઉદાયન રાજર્ષિ :- શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા, ત્યાં દેશના સાંભળવા આવેલ અભયકુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈને તેમને વિશે (એ રાજર્ષિ ઉદાયન વિશે) પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે મુનીશ્વર વીતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી છે, અને એ છેલ્લા રાજર્ષિ છે. તેમણે એક વખત એવો મનોરથ કર્યો કે “જો પ્રભુ પધારે તો તુરત દીક્ષા લઉં'. તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા અને દેશના સાંભળી દીક્ષા લીધી. એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. એ મુનીશ્વર વિહાર કરતાં અનુક્રમે તે જ વિતભય નગરમાં રોગશાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા, ભાણેજે ભક્તિ કરી પણ “પાછું રાજ્ય લેવાની ઈચ્છાથી આવ્યા છે' એમ પ્રધાનોના સમજાવવાથી તેણે દહીમાં વિષ આપ્યું. દેવે બેવાર તે સંહરી લીધું. અને દહીં ખાવાની ના પાડી. છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શક્યા નહીં, એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org