Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સુનંદા. તેઓનો જન્મ થતાં પહેલાં જ પિતા ધનગિરિએ દીક્ષા લીધી હતી. ધનગિરિ મુનિ એક વાર ભિક્ષા માટે પોતાના પૂર્વગૃહે આવ્યા, ત્યારે બાળકના સતત રડવાથી કંટાળેલી માતાએ તે બાળકને મુનિ(પિતા)ને વહોરાવી દીધો! બાળકનું નામ ગુરુએ વજ પાડ્યું. થોડાં વર્ષો બાદ માતાએ બાળકને પાછો મેળવવા રાજકારે ઝઘડો કર્યો, પણ રાજાએ બાલકની ઇચ્છાનુસાર ન્યાય ચૂકવ્યો અને વજસ્વામી સાધુઓના સમૂહમાં કાયમ રહ્યા. બાલ્યવયમાં પણ તેઓએ પઠન-પાઠન કરતી આર્યાઓના મુખથી શ્રવણ કરતા પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો યાદ કરી લીધાં હતાં. તેમના સંયમથી પ્રસન્ન થયેલા મિત્રદેવો પાસેથી તેમણે આકાશગામિની વિદ્યા અને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત કરી હતી.
તેમના વખતમાં બાર વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેમાં તેમના પાંચસો શિષ્યો ગોચરી ન મળવાના કારણે અનશન કરી કાળ કરી ગયા હતા. તેઓ આર્યસિંહગિરિના શિષ્ય હતા અને પ્રભુ મહાવીરના તેરમા પટ્ટધર હતા. દસમાં પૂર્વધર તરીકે તેઓ છેલ્લા ગણાય છે. શાસન-સેવાનાં અનેક કાર્યો કરી તેઓ અનશન-પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે ગયા. ઇન્દ્ર આવી આ પ્રસંગ ઊજવ્યો હતો.
૧૨. નંદિષેણ :- આ નામના બે મહાપુરુષોનાં ચરિત્રો પ્રાપ્ત થાય છે. એક અભુત વૈયાવૃત્ય કરનાર નંદિષેણ કે જેને દેવ પણ ડગાવી ન શક્યો અને બીજા શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણ કે જેમણે પ્રભુ મહાવીરની દેશનાથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી હતી. ભોગેચ્છાઓને દબાવવા તેમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી, તેથી અમુક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક વખત ગોચરી-પ્રસંગે એક વેશ્યાને ત્યાં જઈ ચડ્યા અને ધર્મલાભ' કહી ઊભા રહ્યા. વેશ્યા બોલી : “હે મુનિ ! તમારા ધર્મલાભને હું શું કરું ? અહીં તો દ્રવ્ય-લાભની જરૂર છે !' એ શબ્દો સાંભળતાં જ મુનિએ એક તરણું ખેંચ્યું કે અનર્ગળ સુવર્ણની વૃષ્ટિ થઈ. એ જોઈ વેશ્યા બોલી : “હે પ્રભો ! મૂલ્ય આપી એમને એમ જવાય નહિ. મારા પર દયા કરો ! તમો જશો તો મારા મરણથી તમને સ્ત્રીહત્યા લાગશે, વગેરે.” મુનિ ધર્મ ચૂક્યા અને વેશ્યાને ત્યાં રહ્યા, પણ એ વખતે એવો અભિગ્રહ કર્યો કે રોજ દસ પુરુષોને ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org