Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૪૯ સાથે ધર્મચર્ચા કરી હતી. આખરે તેમણે પ્રભુ મહાવીરનાં પાંચ મહાવ્રતો સ્વીકાર્યા હતાં અને સિદ્ધિપદને પામ્યા હતા.
૧૮. રાજર્ષિ કરકંડૂક :- ચંપાનગરીના રાજા દધિવાહનની રાણી પદ્માવતીના તે પુત્ર હતા. જયારે તે ગર્ભમાં હતા ત્યારે રાણીના દોહદ પૂરવા રાજા રાણી સાથે હાથી પર બેસીને ફરવા નીકળ્યા હતા. તેમાં હાથી ઉન્મત્ત, થઈ જંગલ ભણી નાસી જતાં રાજા તો જેમ તેમ કરીને ઊતરી ગયો. તે નગરમાં પાછો આવ્યો, પણ રાણી સૂચનાનુસાર ઊતરી શકી નહિ. આખરે ગાઢ જંગલમાં હાથીએ તેને છોડી દીધી. આ રાણી મહાપ્રયાસે જંગલની બહાર આવી અને સાધ્વીઓની વસતીમાં ગઈ. ત્યાં સાધ્વીઓનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાદ થોડા વખતે પુત્રનો પ્રસવ થતાં તેને મશાનમાં મૂકી દીધો. ચાંડાલે તેને ગ્રહણ કરીને ઊછેર્યો. શરીરે ખૂબ ખરજ આવતી હોવાથી તેનું નામ કરકંડૂ પડ્યું, અનુક્રમે તે કંચનપુરનો રાજા થયો અને દધિવાહનને તેની ઓળખાણ પડતાં તેણે પણ ચંપાનું રાજ્ય તેને સોંપ્યું. એક રૂપાળા અને બળવાન સાંઢ (વાછરડા) ઉપર તેને ઘણી પ્રીતિ હતી. પરંતુ સામ્રાજ્યના કાર્યમાં વ્યગ્ર રહેતા રાજા કરકંડૂ કેટલાંક વર્ષ ગોકુલ નિરીક્ષણ કરવા ન જઈ શક્યા, એક વખત તે બળવાન વાછડો યાદ આવતાં તેને વૃદ્ધાવસ્થા પામી ગયેલો જોઈને વૈરાગ્ય થયો અને પ્રત્યેક બુદ્ધ થઈ દીક્ષા લીધી. તેઓ પ્રથમ પ્રત્યેક બુદ્ધ ગણાય છે. ઉત્તમ ચારિત્ર પાળી મોલમાં ગયા.
૧૯-૨૦. હલ્લ-વિહલ્લ :- હલ્લ અને વિકલ્લ શ્રેણિકની પત્ની ચલ્લણા રાણીના પુત્રો હતા. શ્રેણિકે પોતાનો સેચનક હાથી તેમને આપ્યો
* રફૂ તિરોસુ ! પંચાજોણુ મ તુમુદો છે नमी राया विदेहेसु । गांधारेसु य नग्गई ॥१॥
ભાવાર્થ - કરકંડુ કલિંગ દેશમાં થયો, દુર્મુખ પંચાલમાં, નમિરાજા વિદેહમાં અને ગાંધાર દેશમાં નગાતિ રાજા થયા.
- श्रीमदुत्तराध्ययन सूत्रम् भाग द्वितीय नवममध्ययनं भाषांतर पृ. ४५६.
+ इओ य अण्णे दो पुत्ता । चेल्लणाए जाया-हल्लो विहल्लो य ।
-૩માવ. હરિ. દિ. પ. પૂ. ૬૭૨ .
પ્ર.-૨-૨૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org