Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૩૦. કુમાર વંકચૂલ :- વિરાટ દેશનો રાજકુમાર. તેને નાનપણથી જુગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડ્યાં. પિતાએ કંટાળીને દેશવટો આપ્યો. પોતાની પત્ની (તથા એક બહેન) સાથે જંગલમાં રહેવા લાગ્યો. આખરે ત્યાં પલ્લીપતિ થયો. એક વાર તેની પલ્લીમાં શ્રી જ્ઞાનતુંગસૂરિએ ચાતુર્માસ કર્યું. અને ત્યાંનાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ધર્મોપદેશ ન આપવાની શરતે આચાર્ય મહારાજને વંકચૂલે વસતિ (સ્થાન) આપી ચોમાસું પૂર્ણ થતાં આચાર્ય મહારાજે વિહાર કર્યો, વંકચૂલની સરહદ ઓળંગીને વોળાવા આવેલ વંકચૂલને આચાર્ય મહારાજે ઉપદેશ દ્વારા ચાર નિયમ આપ્યા. (૧) અજાણ્યાં ફળ ખાવાં નહિ. (૨) પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું, (૩) રાજાની પટ્ટરાણી સાથે સાંસારિક ભોગો ભોગવવા નહિ તથા (૪) કાગડાનું માંસ ખાવું નહિ, એ ચાર નિયમો ગ્રહણ કર્યા અને વિંકચૂલે કસોટીમાં પણ આખર (છેવટ) સુધી તેનું દઢતા-પૂર્વક પાલન કર્યું, તેથી મરીને બારમા દેવલોકે ઉત્પન્ન થયો. - ૩૧. ગજસુકુમાલ* :- વસુદેવ પિતા અને માતા દેવકી તેમના સાત પુત્રોમાંથી છ પુત્રો કંસે માગ્યા. દેવના પ્રભાવે નાગશેઠને ત્યાં મોટા થયા. સુલસાએ દેવકીના એ છયે પુત્રોને ૩૨, ૩૨, સ્ત્રીઓ પરણાવી. વૈરાગ્ય પામી શ્રી નેમિનાથ પ્રભુ પાસે છ ભાઈઓએ દીક્ષા લીધી. ચરમ શરીરી તેઓ શ્રી દ્વાદશાંગીના ધારક થયા. એક દિવસ માતા દેવકીજીએ પુત્ર કૃષ્ણને બોલાવીને જાતે પુત્ર પાલન કરવાની ઈચ્છા જણાવી. શ્રીકૃષ્ણ હરિણગમેષી દેવને આરાધી પોતાને ભાઈ થવા વિશે પુછ્યું. દેવે કહ્યું તમારે એક પુણ્યવાન ભાઈ થશે પરંતુ તે યુવાવસ્થામાં જ દીક્ષા દેશે. એ પ્રમાણે મહર્તિક કોઈ દેવ શુભ સ્વપ્ન સૂચિત દેવકીજીની કુક્ષિમાં અવતર્યો. તેનો જન્મ થયા બાદ તેનું (શ્રુકૃષ્ણના લઘુબંધુનું) નામ “ગજસુકુમાર' પાડ્યું. * तए णं सा देवती देवी अनदा कदाई तंसि तारिसगंसि जाव सीहं सुमिणे पासेत्ता पडिबुद्धा
जाव पाढया हट्ठहियया परिवहति तते णं सा देवती देवी नवण्हं मासाणं जासुमणारत्त बंधुजीवतलक्खारससरस पारिजातकतरुण दिवाकर समप्पभं सव्वनयणकंत सुकुमालं जाव सुरूवं गततालुयसमाणं दारयं पयाया जम्मणं जहा मेहकुमारे जावं जम्हा णं अम्हं इमे दारते गततालुसमाणे तं होउ णं अम्हं एतस्स दारगस्स नामधेज्जे गयसुकुमाले ।
-અન્તદશાઃ ૩ વર્ષ પૃ. ૮ મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org