Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 475
________________ ભરોસર-બાહુબલી-સઝાય ૦૪૫૭ ઉપર ઈલાચીપુત્રને મોહ ઉત્પન્ન થયો. અને તે નટ પુત્રીને પરણવા માટે લેખીકાર નટની ઇચ્છાનુસાર તેઓ નટ બન્યા હતા. ત્યારે ઈલાચીપુત્રના પિતા વિચારમાં પડ્યા, ખરેખર મેં હલકા લોકોની સોબત ચાલીપુત્રને કરાવી તેનું આ ફળ મળ્યું. એકવાર અદ્દભુત નટકલાથી રાજાને રીઝવવા તેઓ બેન્નાતટ નગદરે ગયાં. ત્યાં વાંસ અને દોરડા પર ચડી અભુત ખેલો કરવા લાગ્યા, પણ નટપુત્રીને જોઈ મોહિત થયેલો મહીપાળ રાજા રીઝયો નહીં, અને દાન આપ્યું નહીં. આ જોઈ ઇચાલીપુત્રે રાજાની મનોદશા જાણી લીધી અને તેથી (મહાપાળ રાજાને જોઈને) ચાલીપુત્રને પરસ્ત્રી લંપટતા ઉપર કંટાળો આવ્યો. એવામાં દૂર એક મુનિને જોયા. તેમણે એક રૂપવતી સ્ત્રી ભિક્ષા આપી રહી હતી, પણ મુનિ ઊંચી નજરે જોતા પણ ન હતા, એ જોઈને ઈલાચીપુત્રને વૈરાગ્ય થયો અને ભાવના ભાવતાં ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ આવીને મહિમા કર્યો અને કેવળી ભગવંતને દેશના આપી, એ ઉપદેશ સાંભળી મહીપાળ રાજા અને રાણી, તથા નટપુત્રી વગેરે ધર્મ પામ્યા અને સૌ શુભ ધ્યાનથીકેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ૩૫. ચિલાતી-પુત્ર*- ચિલાતી નામની દાસીનો પુત્ર. પ્રથમ એક શેઠને ત્યાં નોકરી કરતો હતો, પણ શેઠે તેનાં અપલક્ષણ જોઈ તેને કાઢી મૂક્યો. એટલે જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. તેને શેઠની સુષમા નામની પુત્રી પર મોહ હતો; તેથી એક વાર શેઠને ઘેર ધાડ પાડી અને પુત્રીને ઉપાડીને ભાગ્યો. બીજા ચોરોએ બીજી માલમતા લૂંટી. પછી કોલાહલ ★ जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समरूढो । उवसम विवेय संवर चिलायपुत्तं णमसामि ॥८७२॥ अहिसरिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । खायंति उत्तमंगं तं दुक्करकारयं वंदे ॥८७३ धीरो चिलायपुत्तो मूयइंगलियाहिं चालिणिव्व कओ । सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तमं अटुं ।।८७४॥ अड्डाइज्जेहिं राइदिएहिं पत्तं चिलाइपुत्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ॥८७५।। માવે. હરિ. . વિ. ૨ પૃ. ૩૭૬ ના. રૂ૭૨ મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532