Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૫૧
પરસ પ્રીતિ ઘણી હતી. બન્ને ભાઈઓએ રાજ્યને તૃણવત્ ગણી ભાણેજ ગાંગલિને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત શ્રી ગૌતમ સ્વામી સાથે તેઓ ગાંગલિ ભાણેજને પ્રબોધવા પૃષ્ઠચંપાએ આવ્યા. માતા પિતા સાથે ગાંગલિ બોધ પામ્યા અને દીક્ષા લીધી. રસ્તામાં ભાવના ભાવતાં તેઓને કેવળજ્ઞાન થયું, પ્રભુ મહાવીર પાસે આવી પ્રદક્ષિણા દઈ કેવળી પ્રર્ષદામાં બેઠાં. અનુક્રમે શાલ મહાશાલ આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા.
૨૪. શાલિભદ્ર :- પૂર્વભવમાં મુનિને આપેલા ક્ષીરદાનથી રાજગૃહી નગરીના માલેતુજાર શેઠ ગોભદ્ર અને ભદ્રા શેઠાણીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયા હતા. અતુલ સંપત્તિના તથા ઉચ્ચકુલીન ૩૨ સુંદરીઓના સ્વામી હતા. ગોભદ્ર શેઠ મહાવીર પાસે દીક્ષા લઈ, ઉત્તમ ચારિત્ર પાળી, કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા અને ત્યાંથી પ્રતિદિન પોતાના પુત્ર માટે દિવ્ય વસ્ત્ર, આભૂષણાદિ ભોગ-સામગ્રી યુક્ત ૯૯ પેટીઓ દ૨૨ોજ પૂરી પાડવા લાગ્યા. એક વખત શ્રેણિક મહારાજ તેમની સ્વર્ગીય ઋદ્ધિ જોવા આવ્યા, તેથી પોતાને માથે સ્વામી છે, એવું જાણીને શાલિભદ્ર શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી પાસે જઈ ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ઇચ્છાથી દરરોજ એક સ્ત્રીને (પોતાની એક પત્નીનો ત્યાગ) કરવા લાગ્યા. અને તે જ શહે૨માં તેમના બનેવી ધન્યશેઠ રહેતા હતા. તેમને આઠ સ્ત્રીઓ હતી. તેમાં એક શાલિભદ્રના બહેન હતા. ધન્ય શેઠે તેની આંખમાં આંસુનું કારણ પૂછતાં તેણીએ ધન્નાજીને કહ્યું કે દીક્ષા લેવાની ઇચ્છાવાળા મારાભાઈ શાલિભદ્રજી દરરોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે, ત્યારે ધન્નાજીએ તેણીને કહ્યું કે “તારો ભાઈ કાયર છે.” ત્યારે પત્નીએ ધન્નાજીએ તેણીને કહ્યું - ‘કહેવું સહેલું છે, કરવું કઠિન છે.' ત્યારે ધન્નાજીએ તેણીને કહ્યું- ‘આ કરી બતાવ્યું’ કહીને દીક્ષા લેવા નીકળ્યા અને તેમની આઠે સ્ત્રીઓએ પણ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો.
ધન્નાજીએ શાલિભદ્રજી પાસે આવીને કહ્યું કે ‘આમ કાયરની માફક એક એક સ્ત્રીનો શું ત્યાગ કરે છે ? મેં તો એકીસાથે આઠેય પત્નીને તજી દીધી છે.' તેવામાં મહાવીરદેવ નગરમાં સમોસર્યા. ત્યાં જઈ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org