Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરડેસર-બાહુબલી-સંન્ઝાય૦૪૪૭
આપી ધર્મ પમાડી, પ્રભુ પાસે મોકલવા. બાર વર્ષ તો આમ વીત્યાં, પણ આખરે એક દિવસ એવો આવ્યો કે દસમો જણ સમજયો નહિ. નંદિષેણે ઘણી મહેનત કરી પણ તે ફોગટ ગઈ. ત્યારે વેશ્યાએ મશ્કરીમાં કહ્યું કે
સ્વામિ ! દસમા તમે !' અને એ જ વખતે મોહ-નિદ્રા તૂટી જતાં નંદિષેણે પુન: દીક્ષા ગ્રહણ કરી સંયમ ધર્મની આરાધના કરી મોક્ષમાં ગયા.
૧૩. સિંહગિરિ* :- પ્રભુ મહાવીરની બારમી પાટે બિરાજનાર પ્રભાવશાળી આચાર્ય હતા. શ્રીવજસ્વામીના તેઓ ગુરુ હતા.
૧૪. કૃતપુણ્યક (ક્યવના શેઠ+) - પૂર્વભવમાં મુનિને દાન દેવાથી રાજગૃહી નગરીના ધનેશ્વર નામના શેઠને ત્યાં પુત્રરૂપે અવતર્યા હતા અને અનુક્રમે શ્રેણિક રાજાનું અર્થે રાજ્ય પામ્યા હતા તથા શ્રેણીકરાજાની પુત્રી મનોરમાના સ્વામી થયા હતા. સંસારના વિવિધ ભોગો ભોગવ્યા પછી પ્રભુ મહાવીર પાસેથી પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી અને વિવિધ તપ કરીને કાળ ધર્મ પામી દેવલોક ગયા, ત્યાંથી એવી અનુક્રમે મોક્ષે જશે. આજે પણ “ક્યવન્ના શેઠું સૌભાગ્ય હજો' એવા શબ્દો નવા વર્ષના ચોપડામાં લખાય છે.
૧૫. સુકોશલ મુનિ :- ધર્મધ્યાનમાં બતાવેલી અપૂર્વ દઢતા માટે તેમનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેઓ અયોધ્યાના રાજા કીર્તિધરના પુત્ર હતા. તેમની માતાનું નામ સહદેવી હતું. પહેલાં કીર્તિધરે દીક્ષા લીધી હતી અને પછી તેમનો ઉપદેશ સાંભળીને તેમણે દીક્ષા લીધી હતી. તેમની માતા સહદેવીપતિ તથા પુત્રનો વિયોગ અસહ્ય થઈ પડતાં આર્તધ્યાન કરતાં મરણ પામીએક જંગલમાં વાઘણ થઈ હતી. એકદા બંને રાજર્ષિઓ તે જ જંગલમાં જઈ
★ अण्णया य सीहगिरि वइरस्स गणं दाउण भत्तं पच्चक्खाइउणं देवलोगं गओ ।
ભાવાર્થ :- કાલાંતરે શ્રી સિહગિરિ મ. શ્રી વજસ્વામિને ગચ્છ આપીને, આહાર ત્યાગ રૂપ (અનશન) પ્રત્યાખ્યાન કરીને (કાળધર્મ પામી) દેવલોકમાં ગયા.
શ્રી હરિભદ્રસૂરિ મ. પ્ર. વૃ. આવ. પૃ. ૨૯૩ અ. વિભાગ. ૧ + रायगिहे नगरे पधाणस्स धणावहस्स पुत्तो भद्दाए भारियाए जातो, लागो य गब्भगते भणति-कयपुन्नो जीवो जो उववण्णो ततो से जातस्स णामं कतं कतपुण्णोत्ति ॥
-માવ. ર. વૃ. વિ. ૨ . રૂરૂ. ના જાથા. ૮૪૬. ૮૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org