Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ચડ્યા અને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા, ત્યારે આ વાઘણે આવીને સુકોશલ મુનિ પર હુમલો કર્યો અને તેમના શરીરને ચીરી નાખ્યું, પરંતુ તેઓ ધર્મધ્યાનમાંથી જરા પણ ચલિત ન થયા. આ પ્રકારની અડગ અને પ્રબળ ધર્મભાવના ભાવતાં તેઓ અંતકૃત્ કેવલી થયા અને મોક્ષે ગયા.
૧૬. પુંડરીક* :- પિતાએ જ્યેષ્ઠ પુત્ર પુંડરીકને રાજ્ય સોંપીને સંયમ ધારણ કર્યો, ત્યારે લઘુપુત્ર કંડરીકે તેમની સાથે દીક્ષા લીધી, પરંતુ તેનું પાલન ન થઈ શકતાં તે ચારિત્રભ્રષ્ટ થઈને ઘેર આવ્યો. પુંડરીકે જોયું કે નાના ભાઈની લાલસા રાજ્યગાદીમાં છે, એટલે તેણે કાંઈ પણ આનાકાની કર્યા વગર રાજગાદી તેને સોંપી દીધી અને પોતે દીક્ષા લઈ નિવૃત્ત થયો. કંડરીકને તે જ રાત્રે અત્યાહારથી વિષૅચિકા થઈ આવી અને અશુભ ધ્યાન પૂર્વક મરણ પામી સાતમી નરકે ગયો, પુંડરીક મુનિ ભાવ-ચારિત્ર પાળતાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ક્રમે કરીને મોક્ષમાં જશે.
૧૭. કેશી× :- શ્રીપાર્શ્વનાથ સ્વામીની પરંપરાના ગણધર હતા. પ્રદેશી જેવા નાસ્તિક રાજાને તેમણે પ્રતિબોધ પમાડ્યો હતો તથા શ્રીગૌતમસ્વામી
* તાં પુંડરીપ્ તુરીય વં વયાસી ઞો ભંતે-મોળે હૈિં ? દંતા । અઠ્ઠો । તપ્ ં સે પુંડરીશ્ या कोडुंबियपुरिसे सद्दावेइ २ एव वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थं जाव रायाभिसेयं उवट्ठवेह जाव रायाभिसेएणं अभिसिंचइ ।
तणं से पुंडरीए सयमेव पंचमुट्ठियं लोयं करेइ सयमेव चाउज्जमां धम्मं पडिवज्जइ कंडरीयस्स संतियं आयारभंडगं गेण्हइ इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ - कप्पइ मे थेरे वंदित्ता नमंसित्ता थेराणं अंतिए चाउज्जामं धम्मं उवसंपज्जित्ताणं तओ पच्छा आहारं आहारितए तिकट्टु इमं एयारूवं अभिग्गहं अभिगिन्हित्ताणं पुंडरिगिणीओ पडिनिक्खमइ पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव थेरा भगवंतो तेणेव पहारेत्थ गमणाए । -નાયાધમ્મહાગો-સ્થૂળ વીસĒ અન્નયળ પૃ. ૨૫-૨૬.
x केसीगोयमओ निच्चं तम्मि आसि समागमे । सुयसीलसमुक्करिसो, महत्थ इत्थविणिच्छओ ॥८८॥ तोसिया परिसा सव्वा, सम्मग्गं समुवट्ठिया । संथुया ते पसीयंतु, भयवं केसीगोयमे तिबेमि ॥ ८९ ॥
Jain Education International
-શ્રીઽત્તરાધ્યયનાનિ, ત્રયાવિશ-અધ્ય. પૃ. ૨૦૨ મ.
For Private & Personal Use Only
www.jainelibrary.org