Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કરનારા મંત્રથી ગર્ભિત, શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત શ્રી શાંતિસ્તવન નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થતાથી પોતાના સ્થાને જા, તેના પાઠ માત્રથી સઘળુંય અશિવ શાન્ત થઈ જશે.
આ આદેશ સાંભળીને વરદત્ત શ્રાવકે તે સ્તવને લઈને ત્યાંથી પ્રયાણ કર્યું, હર્ષપૂર્વક તે તક્ષશિલામાં આવ્યો અને સંઘને તે શાન્તિસ્તવ સોંપ્યું.
નાના મોટા સહુ તે સ્તવનનો પાઠ કરવા લાગ્યા. પરિણામે કેટલાક દિવસોમાં જ અશિવનો ઉપદ્રવ સંપૂર્ણ શાન્ત થઈ ગયો. ઉપદ્રવ શાન્ત થતાં નગરી ત્યજીને જેને જ્યાં ફાવ્યું તેણે તે દિશામાં પ્રયાણ કર્યું. ત્રણ વર્ષ વીતી ગયાં અને તુર્કોએ તે મહાનગર ભાંગ્યું. આજે પણ ત્યાં પિત્તળ અને પાષાણનાં બિંબો ભોંયરામાં છે એવી વૃદ્ધ પુરુષોની કિંવદત્તી છે. ત્યારથી આરંભીને સંઘના ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરનારો “શાન્તિ શાન્તિ નિશાન્ત” એ અદ્દભુત સ્તવ આજ પર્યત વિદ્યમાન છે.
આરાધના કરવાથી ચિન્તામણિની જેમ ઇષ્ટ અર્થને આપનારો જગતમાં પ્રસિદ્ધ, મંત્રાધિરાજ નામનો તે સ્તોત્રનો મંત્ર છે.
શ્રીમાનદેવ નામના સૂરિએ આ રીતે શાસનની અનેક પ્રભાવનાઓ કરી, માનતુંગ નામના પોતાના યોગ્ય શિષ્યને પોતાની પાટે સ્થાપન કરી, જિનકલ્પી મહાત્માની માફક સંલેખના કરી, શ્રેષ્ઠ ધ્યાનમાં લયલીન બની આયુષ્યના પ્રાન્ત સ્વર્ગમાં સિધાવ્યા.
-શ્રીપ્રભાચંદ્રાચાર્ય વિરચિત, પ્રભાવક ચરિતમ્—સિંઘી સિરીઝ પૃ.૧૧૮-૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org