Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૩૯
હિત થાય તેવો અધ્યાય કે તેનું અધ્યયન તે સ્વાધ્યાય. તે વાચના વગેરે પાંચ પ્રકારનો છે, પરન્તુ આત્મહિતકારક મનન કરવા યોગ્ય કોઈ પણ ભાવના શીલ પદ્યકૃતિને માટે પણ તે વપરાય છે. એ રીતે “ભરડેસર-સજઝાય”નો અર્થ “ભરોસર’ નામ જેની આદિમાં આવે છે, તેવી મનનીય પદ્યકૃતિ થાય છે. આ સ્વાધ્યાય રાઈઅ (રાત્રિક) પ્રતિક્રમણ સમયે પ્રભાતમાં એટલા માટે બોલવામાં આવે છે કે તેથી પ્રાતઃસ્મરણીય મહાસત્ત્વોનું અને મહાસતીઓનું સ્મરણ થાય, તેમને વંદના થાય અને તેમનાં આદર્શ ચરિત્રો લક્ષમાં આવતાં પ્રશસ્ત પ્રવૃત્તિ થાય. તેમાં ૮+૧૦+૧૦+૮+૯+૦ મળીને પ૩ મહાપુરુષો તથા ૧૦+૧૦+૧૨+૮+૭ મળીને ૪૭ મહાસતીઓનાં નામો આવે છે, એટલે બધાં મળીને ૧૦૦ પ્રાતઃસ્મરણીય નામો છે.
આ સઝાય પર ભરતેશ્વરબાહુબલિ-વૃત્તિ નામની એક સંસ્કૃત ટીકા શ્રી શુભાશીલગણિએ વિ. સં. ૧૫૦૯માં રચેલી છે; તેમાં આ મહાપુરુષો અને મહાસતીઓની જીવન કથાઓ વિસ્તારથી આપેલી છે. અન્ય ગ્રંથોમાં પણ તેમનાં કથાચરિત્રો ઉપલબ્ધ થાય છે, જે અહીં સંક્ષેપથી રજૂ કરવામાં આવે છે.
*મહાપુરુષો ૧. ભરત : શ્રી ઋષભદેવ ભગવાનના સૌથી મોટા પુત્ર અને પ્રથમ ચક્રવર્તી. એકદા આરીસા ભુવનમાં અલંકૃત શરીરને જોતા હતા, તેવામાં એક આંગળીમાંથી વીંટી નીકળી ગઈ, એટલે તે શોભા રહિત લાગી. આ જોઈને બીજા અલંકારો પણ ઉતાર્યા, તો આખું શરીર શોભા હિત લાગવા માંડ્યું.આથી “નિત્યં સંસારે મવતિ સનં નયનમ્ ! સંસારમાં જે વસ્તુઓ આંખોથી દેખાય છે, તે બધી નાશવંત છે,' એવી અનિત્ય ભાવના ભાવવા લાગ્યા અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે ઈન્દ્રમહારાજે આવીને કહ્યું કે આપ દ્રવ્યલિંગ ધારણ કરો, અમે દીક્ષાનો મહોત્સવ કરીએ.' તેથી એમણે પંચમુખિલોચ કર્યો અને દેવતાએ આપેલાં રજોહરણ પાત્ર વગેરે ગ્રહણ કર્યા. છેવટે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામી મોક્ષમાં ગયા.
* આવસ્મય નિજુત્તિ દી. પ્રથમ ભાગ; ગા. ૪૩૭ પત્ર ૮૬- માં કહ્યું છે કે
आयंसधरपवेसो, भरहे पडणं च अंगुलीअस्स । सेसाणं उम्मुअणं, संवेगो नाण दिक्खा य ॥४३७॥
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org