Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
*૨ બાહુબલી : ભરત ચક્રવર્તીના નાના ભાઈ હતા. ભગવાન ઋષભદેવે તેમને તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. તેમનું બાહુબળ અસાધારણ હતું, તેથી ચક્રવર્તીની આજ્ઞા માનતા ન હતા. આથી ભરતે તેમના પર ચડાઈ કરી અને દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ અને દંયુદ્ધ કર્યું, જેમાં તેઓ હાર્યા. છેવટે ભરતે મૂઠી મારી, તેથી બાહુબલી કમ્મર સુધી જમીનમાં પેસી ગયા. તેનો જવાબ વાળવા બાહુબલીએ પણ મૂઠી ઉપાડી. પરંતુ એ જ વખતે બાહુબલીની વિચારધારા બદલાઈ કે નાશવંત રાજ્યને માટે વડીલ ભાઈની હત્યા કરવી ઉચિત નથી, તેથી મૂઠી પાછી ન વાળતાં તેનાથી મસ્તક પરના કેશનો લોચ કરી નાખ્યો અને ભગવાન શ્રી ઋષભદેવ પાસે જવા તત્પર થયા, પણ તે જ વખતે વિચાર આવ્યો કે મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓ દીક્ષા લઈને કેવળજ્ઞાન પામ્યા છે, તે ત્યાં હાજર છે, તેમને મારે વંદન કરવું પડશે; આથી હું પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ ત્યાં જઉં.' એટલે ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. એક વર્ષ સુધી ઉગ્રતપ કરવા છતાં તેમને કેવલજ્ઞાન ન થયું, તેથી પ્રભુએ તેમને પ્રતિબોધ કરવા માટે બ્રાહ્મી અને સુંદરી નામની સાધ્વીઓને મોકલી કે જે સંસારી અવસ્થામાં તેમની બહેનો હતી. તેમણે આવીને કહ્યું “વીરા ! મોરા ગજ થકી ઉતરો, ગજ ચર્થે કેવલ ન હોય રે !” એ સાંભળીને બાહુબલી ચમક્યા. આ વાત અભિમાનરૂપી ગજની હતી. આખરે ભાવના વિશુદ્ધ થતાં શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જવા માટે પગ ઉપાડ્યો કે તેમને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી તેઓ શ્રી ઋષભદેવ ભગવાન પાસે ગયા અને કેવલીની પર્ષદામાં વિરાજયા. આયુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા.
૩. અભયકુમાર :- શ્રેણિક રાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. બાલ્યાવસ્થામાં જ ખાલી કૂવામાં પડેલી વીંટીને પોતાના બુદ્ધિચમત્કારથી ઉપર લઈ આવ્યા, તેથી પ્રસન્ન થઈને શ્રેણિક રાજાએ તેમને મુખ્ય મંત્રી બનાવ્યા. તેઓ ઔત્પત્તિકી, વૈનયિકી, કામિકી અને પારિણામિકી એ ચારે
* અવસ્મય-નિ. દી. ગા. ૩૪૯ પત્ર-૭૫ માં કહ્યું છે કે :
बाहुबलीकोवकरणं, निवेअणं चक्कि देवया कहणं । नाहम्मेणं जुज्झे, दिक्खा पडिमा पइण्णा य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org