Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૪૩
હતો, તેને શ્રીમતી નામની રાણી હતી. તેમને એક પુત્ર થયો. તેનું નામ અતિમુક્ત પાડ્યું. આ કુમારે આઠ વર્ષની નાની ઉંમરે શ્રીગૌતમસ્વામી પાસે માતાપિતાની અનુમતિથી દીક્ષા લીધી. તેઓ એક વાર સવારમાં વહેલાં ગોચરી કરવા નીકળ્યા અને એક શેઠને ત્યાં ગયા, ત્યારે દીકરાની વહુએ કહ્યું કે “કેમ અત્યારમાં? બહુ મોડું થઈ ગયું શું?' શબ્દો દ્વિઅર્થી હતા. ગોચરી તથા દીક્ષા બંનેને લાગુ પડતા હતા. મુનિ તેનો મર્મ સમજીને બોલ્યા કે “હું જે જાણું છું, તે નથી જાણતો.' આ સાંભળી ચબરાક પુત્ર-વધૂ વિચારમાં પડી ગઈ. આખરે મુનિએ તેનો મર્મ સમજાવ્યો કે મરણ નિશ્ચિત છે, તે વાત હું જાણું છું, પણ તે ક્યારે આવશે, તે હું જાણતો નથી. એક વાર વરસાદ પડી ગયા પછી અન્ય બાળકોની સાથે આ બાલમુનિ પણ પાતરાંની હોડી કરીને પાણીમાં તરાવવા લાગ્યા. તે વખતે શ્રીગૌતમસ્વામી ત્યાંથી પસાર થતાં તેમના મુનિધર્મનો તેમને ખ્યાલ આવ્યો અને એકદમ શરમાઈ ગયા. પછી શ્રી મહાવીર પ્રભુ પાસે જઈને “ઇરિયાવહિયા આલોચતાં “દગમટ્ટી દગમટ્ટી” એવો શબ્દ ઉચ્ચારવા લાગ્યા અને પૃથ્વીકાય અને અપકાયના જીવોને ખમાવતાં-પાપનો અતિ પશ્ચાત્તાપ થતાં ભાવનાની પરમ વિશુદ્ધિ થઈ અને કેવલજ્ઞાની થયા આયુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા.
૮. નાગદત્ત :- (૧) વારાણસી નગરીમાં યજ્ઞદત્ત નામનો શેઠ રહેતો હતો, તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. તેને એક પુત્ર થયો, જેનું નામ નાગદત્ત પાડવામાં આવ્યું. તેનાં લગ્ન નાગવસુ નામની કન્યા સાથે કરવામાં આવ્યાં. એક વખત નગરનો રાજા પોતાનો ઘોડો દોડાવતો જઈ રહ્યો હતો, ત્યારે તેના એક કાનમાંથી કુંડળ નીચે પડી ગયું. તે રસ્તે થઈને નાગદત્ત નીકળ્યો, પરંતુ તેને પારકી વસ્તુ નહીં લેવાની પ્રતિજ્ઞા હતી, તેથી તેની સામે દૃષ્ટિ કર્યા વિના ચાલ્યો ગયો અને ઉપાશ્રયે જઈ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યો. આ વખતે નગરનો કોટવાળ કે જે નાગવસુને ચાહતો હતો, તે ત્યાં થઈને નીકળ્યો અને તેણે પેલું કુંડળ નાગદત્તની પાસે જોઈને મૂકી દીધું.
રાજાએ જોયું તો કુંડળ મળે નહિ. પછી કોટવાલે તપાસ કરવાનો ઢોંગ કરીને જણાવ્યું કે “મહારાજ ! આપનું કુંડળ નાગદત્ત પાસેથી મળી આવ્યું છે. એટલે તેને શૂળી પર ચડાવવામાં આવ્યો, પરન્તુ સત્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org