Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અહીંની પરિસ્થિતિ જણાવવા પૂર્વક અહીં પધારવાની વિનંતી કરતો પત્ર આપીને નફૂલ જવા માટે રવાના કર્યો તે પણ શક્ય ત્વરાથી નફૂલ આવી પહોંચ્યો.
જિનચૈત્યોને વંદના કરી મધ્યાહ્નકાળે તે સૂરિવરના ઉપાશ્રયે આવ્યો. ઉપાશ્રયની બહાર તેણે નિસીહિ કરી અને ઉપાશ્રયમાં દાખલ થયો. ગુરુદેવ અંદરના ઓરડામાં બિરાજમાન હતા. પર્યકાસન તેમણે કરેલું હતું. નાસાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપન કરેલી હતી અને તે ધ્યાનમાં લીન હતા. સુખ અને દુઃખમાં, તૃણ કે સ્ત્રીસમૂહમાં, મણિ કે માટીમાં જેને કશો જ ભેદ નથી એવી પ્રશાન્ત તેમની મુખમુદ્રા હતી. તે અવસરે તેમને પ્રણામ કરવા માટે વિજયા અને જયાદેવી આવેલી હતી પણ ગુરુદેવ ધ્યાનમાં લીન હોવાથી તે ઉપાશ્રયના એક ખૂણામાં બેઠી હતી.
વરદત્ત શ્રાવકે દૂરથી ગુરુને જોયા અને સાથે સાથે આ દિવ્ય વનિતાઓને પણ જોઈ. તે સરળ હતો તેથી લાંબો વિચાર કરવાનું તેનું ગજું ન હતું. તેને મનમાં ચિંતા થઈ કે ખરેખર ! તે શાસનદેવતા પણ ઠગ નીકળી કે જેણે આટલે દૂર મને મોકલીને કેવળ ક્લેશ જ કરાવ્યો. આ તે આચાર્ય છે કે રાજર્ષિ છે? કારણ કે આ તો દિવ્ય સ્ત્રીઓ સાથે વસે છે. શું આનું ચારિત્ર છે? આવાથી ઉપદ્રવ શમશે? મને આવતો જોઈને આણે ધ્યાનનું બહાનું શરૂ કર્યું પણ શું મને આટલીય ખબર ન પડે? ચાલ, ક્ષણભર બહાર બેસવા દે અને તે બહાર બેઠો.
આ તરફ ગુરુદેવે ધ્યાન માર્યું એટલે આ સરળ ધર્માત્મા હાથની મૂઠી વાળીને હાથ જોડ્યા વગર જ દ્વારમાં પેઠો અને અવજ્ઞાપૂર્વક મસ્તક નમાવ્યું. તેની આ બધી ચેષ્ટાઓ, તેની મુખમુદ્રા વગેરેથી દેવીઓએ તેની વિચારમાળા પારખી લીધી અને ન દેખી શકાય તેવાં બંધનોથી તેને જમીન પર નાખીને બાંધ્યો. વીરદત્ત શ્રાવક આ બંધનોથી મોટા સ્વરે ચીસો મારવા લાગ્યો ત્યારે તેના પ્રત્યેની અનુકંપાથી માનદેવસૂરિએ તેનું અજ્ઞાન આમાં કામ કરે છે એમ સમજાવી દેવીઓથી તેને છોડાવ્યો. ગુરુના વચનથી દેવીઓએ તેને છોડ્યા.
જયા દેવીએ કહ્યું :- મહાપાપી ! શાપને યોગ્ય ! અધમ કામ કરનારા ! તું શરીરધારી ચારિત્ર હોય તેવા શ્રી માનદેવ ગુરુ માટે આવા વિકલ્પો કરે છે ? તું શ્રાવક નથી પણ ઠગશ્રાવક છે. પુરુષોમાં અધમ ! તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org