Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૩૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જેઓના શરીરનું તેજોમંડલ મનોહર છે, જે નાગના મણિનાં કિરણોથી યુક્ત છે, જે વીજળીથી યુક્ત નવો મેઘ હોય તેવા શોભે છે, તે શ્રીપાર્શ્વજિન મનોવાંછિત ફલને આપો. ૨.
(૬)સૂત્ર-પરિચય
શ્રીપાર્શ્વજિનની સ્તુતિ-નિમિત્તે રચાયેલું આ સૂત્ર ‘પાસનાહ-નિળ-શ્રુ' એટલે ‘શ્રીપાર્શ્વનાથ-નિન-સ્તુતિ'ના નામથી ઓળખાય છે.* તેના પ્રારંભિક શબ્દો પરથી તે ‘ચઉક્કસાય સૂત્ર'ના નામથી પણ પ્રસિદ્ધ છે.
આ સૂત્રનો મુખ્ય ઉપયોગ છેલ્લા એટલે સાતમા ચૈત્યવંદન વખતે કરવાનો હોય છે. સાત ચૈત્યવંદનો સંબંધી શ્રીમહાનિશીથ-ભાષ્યમાં કહ્યું છે કે :*‘ડિમળે વેલ્મ-નિમળ-વૃશ્મિ-પડિમળ-સુગળ-પડિનોદે । चिइवंदण इअ जईणो, सत्त उ बेला अहोरत्ते
पडिक्कमओ गिहिणो वि हु, सगवेला पंचवेल इयरस्स । पूआसु तिसंझासु अ, होइ ति धेला जहन्नेणं ॥
‘એક અહોરાત્રમાં સાધુએ સાત વાર ચૈત્યવંદન કરવાનાં હોય છે. તે આ રીતે :- (૧) પ્રભાતના પ્રતિક્રમણમાં, (૨) મન્દિરમાં, (૩) ભોજન પહેલાં (પચ્ચક્ખાણ પારવાના સમયે) (૪) દિવસ-ચરિમ (ગોચરી કર્યા પછી), (૫) દૈવસિક પ્રતિક્રમણમાં, (૬) શયન-સમયે અને, (૭) જાગીને. બે વાર પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પણ સાત વાર ચૈત્યવંદન હોય છે; તેમ ન કરનારને પાંચ વાર હોય છે અને ત્રિસંધ્યાએ પૂજન કરનારને ત્રણ વાર હોય છે. શ્રાવકને જઘન્યથી ત્રણ વાર ચૈત્યવંદન કરવાનું હોય છે. [સાત ચૈત્યવંદનની ગણતરી આ રીતે થાય છે : ૧-૨ સૂતાં-જાગતાં. ૩-૪ બે વાર આવશ્યકમાં ૫-૬-૭ ત્રિકાલ પૂજન કરતી વખતે.]
સાધુઓ સાતમું ચૈત્યવંદન સંથારા-પોરસી ભણાવતી વખતે કરે છે, જ્યારે શ્રાવકો સૂતી વખતે સાતમું ચૈત્યવંદન કરવાનું ચૂકી ન જવાય તેટલા માટે દેવસિય-પડિક્કમણના અંતમાં સામાયિક પારતી વખતે લોગસ્સ કહ્યા પછી પ્રસ્તુત સૂત્ર વડે કરી લે છે.
* જુઓ મૂલપાઠ નીચેની પાદનોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org