Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ઉપર બિરાજેલી બે દેવીઓને ગુરુ ભગવંતે જોઈ. એક હતી ભગવતી ભારતી અને એક હતી ભગવતી કમલા (લક્ષ્મી). ગુરુને આ દશ્ય જોતાં આનંદ સાથે ખેદ પણ થયો અને તે એ વાતનો કે આ જુવાન, રૂડો અને પ્રજ્ઞાવાન્ મુનિ છે, હું તેને આચાર્યપદ આપું અને આ બે મહાદેવીઓ તેની સેવક બને છે. આ બધા સંયોગોથી કદાચ આ સંયમમાર્ગમાં શિથિલ થઈ જશે તો ? ખરેખર ! દુનિયામાં આવે સમયે પણ જો કોઈ આત્મિક હિત વિચારતું હોય તો તે કેવળ ગુરુ જ છે.
ગુરુની આ ચિન્તા માનદવે આંખના ઇશારામાં સમજી લીધી અને પોતે ગુરુદેવને વિનંતિ કરી કે પ્રભો ! આજથી છએ વિગઈનો જીવનપર્યંત ત્યાગ કરાવો અને ભક્તના ઘરની ભિક્ષા ન લેવી એ પણ નિયમ કરાવો. મુનિ માનદેવના માનસને આટલામાં જ ગુરુએ પરખી લીધું. અભિગ્રહ કરાવ્યો અને તેમને આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા, ત્યારથી તેઓ “માન દેવસૂરિ' નામથી પંકાયા.
તેમણે બ્રહ્મચર્ય અખંડ હતું અને તે એવું મહિમાવંતું હતું કે જેના પ્રભાવથી ખેંચાઈને જયા અને વિજયા દેવી પ્રતિદિન તેમને વંદન કરવા આવતી.
તેમની અમોઘ ધર્મદેશના, તેમની તપબહુલતા વગેરેથી તે જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરવા લાગ્યા.
આ તરફ
તક્ષશિલા નામની નગરી કે જ્યાં પાંચસો તો કેવળ જિનચૈત્યો હતાં, ધર્મીજનોના બાહુલ્યથી જે ધર્મક્ષેત્ર તરીકે પંકાતું હતું, ત્યાં અચાનક મહા મરકી ફાટી નીકળી, અને તે પણ જેવી તેવી નહીં પરંતુ એવી પ્રબળ કે માંદા પડેલાની સેવા કરવા જે ગયો છે તે દિવસે જ પથારીમાં પોઢી ગયો સમજવો અને તેથી જાણે કે કોઈ કોઈનું સ્વજન જ નથી તેવી સ્થિતિ સર્જાઈ.
નગરમાં જ્યાં કાન માંડો ત્યાં રુદન અને દુઃખ સિવાયના શબ્દો સંભળાતા નથી. શમશાનમાં એટલી ચિતાઓ ખડકાય છે કે જેની સંખ્યા હજારોથી જ થાય અને તેથી શબ પણ પૂરા બાળી શકાય તેવી સ્થિતિ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org