Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (પરિશિષ્ટ) ૪૧૯
ગુરુએ માતાપિતાની સંમતિ લેવા જણાવ્યું. માનદેવ ઘેર આવ્યો, માતાપિતાને વિનંતી કરી કે આ ભયંકર દાવાનલમાંથી હું ત્રાસ્યો છું, મને સંયમપંથે જવા દો. માતા-પિતાનો વ્હાલસોયો, વળી એકનો એક અને ગુણવાન પુત્ર કે જેના પર માતાપિતાની આંખ ઠરેલ હતી તેને રજા આપતાં માતાપિતાના હૈયાંએ પુષ્કળ અને કારમી વેદના અનુભવી. પણ પુત્રના ભાવિ કલ્યાણનો વિચાર કરી વાત્સલ્યમયી મા અને પ્રેમાળ પિતાએ તેને જિનેન્દ્ર ભગવંતના માર્ગે જવા સંમતિ આપી અને માનદેવનું હૃદય નાચી
ઊઠ્યું.
શુભ દિવસે તેણે ગુરુચરણોમાં શીશ નમાવી ભગવાન વર્ધમાન સ્વામીએ ઉપદેશેલા માર્ગે પ્રયાણ આદર્યું અને પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે તે કટિબદ્ધ થયા.
એક તરફ ઉગ્રતા, એક તરફ અગિયાર અંગોનું અધ્યયન, એક તરફ ગુરુચરણોની સેવા, આમ તેમણે શક્ય તેટલી ત્વરાથી મુક્તિ પ્રાપ્ત કરવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો.
અને...
થોડા જ કાલમાં તેઓ બહુશ્રુત બની ગયા, માત્ર બહુશ્રુત બન્યા એટલું જ નહીં પણ ગુરુને પોતાના સર્વ શિષ્યોમાં યોગ્યતાવાન તથા પોતાની પાટે સ્થાપન કરવા જેવા લાગે તેવા તે બન્યા અને ગુરુએ તેમને આચાર્યપદ આપવાનો પોતાનો અભિપ્રાય સંઘને જણાવ્યો. સમસ્ત શ્રીસંઘને સુયોગ્ય વ્યક્તિની આ સુયોગ્ય વરણીથી અનહદ આનંદ થયો અને મહાન મહોત્સવપૂર્વક તેમને આચાર્યપદ આપવાનું નક્કી થયું, શિષ્યની ગુણવત્તા જોઈ ગુરુનું પણ હૃદયપુલકિત થતું હતું.
આચાર્યપદ આપવાનો દિવસ આવી લાગ્યો. મુનિ માનદવે ગુરુ આજ્ઞા અનુસાર નંદિ સમક્ષ પ્રદક્ષિણા કરી અને દેવવંદન કરવાની ક્રિયા શરૂ કરી.
પણ ત્યાં તો એક મહાન આશ્ચર્ય સર્જાયું. મુનિ માનદેવના બે ખભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org