Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૪૧૫
સ્તવકારે નવરત્નમાલાની અક્ષરસ્તુતિની ત્રીજી ગાથામાં એટલે કે સ્તવની ચૌદમી ગાથામાં દેવીને નિરાકારા ત્રિગુણાત્મક તરીકે સંબોધીને તથા તેની આરાધનાનો દ્વિખંડાત્મક મૂલમંત્ર-‘ૐ નમો નમો દ્ના હૂઁ ય: ક્ષઃ હ્રીઁ ત્ ટ્ સ્વા।। ' આપીને જણાવ્યું છે કે ‘હે મંત્રસ્વરૂપિણી દેવી ! તું અહીં રહેલા લોકોને ઉપર જણાવેલી શિવ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, સ્વસ્તિને કર ! કર !!'
♦
અક્ષર-સ્તુતિની છેલ્લી ગાથામાં જણાવ્યું છે કે આ રીતે જ્યારે વિવિધ નામ-મંત્ર અને અક્ષર-મંત્ર-પૂર્વક (વિજયા-) જયા દેવીની સ્તુતિ કરવામાં આવે છે, ત્યારે તે શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારાઓના તમામ ઉપદ્રવોની શાંતિ કરે છે. તાત્પર્ય કે જેઓ શ્રીશાંતિનાથ ભગવાનને ઉપર જણાવ્યા તેવા નામમંત્ર પ્રધાન-વાક્યો વડે નમસ્કાર કરે છે અને ત્યારપછી દેવીની નામમંત્ર-સ્તુતિ અને અક્ષરમંત્ર-સ્તુતિ અને અક્ષરમંત્ર-સ્તુતિ કરે છે, તેઓના તમામ ઉપદ્રવો દેવી દ્વારા શાંત થાય છે, તેથી છેલ્લો નમસ્કાર શ્રીશાંતિનાથ ભગવાનને જ કરવો ઉચિત છે. આ રીતે આદિ-મંગલની માફક અંત્ય-મંગલ પણ સ્તવકારે ખૂબી-પૂર્વક કર્યું છે અને જે શાંતિ નામથી પ્રારંભ કર્યો હતો તેને જ છેડે લાવી મંત્રના ‘પલ્લવ'નો નિયમ પણ સાચવ્યો છે.
આ પ્રકારના માંત્રિક સ્તવોનું ફલ સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ, તેથી સ્તવકારે સ્તવની સોળમી અને સત્તરમી ગાથામાં સ્તવની ફલ-શ્રુતિ બતાવી છે. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે-આ સ્તવ મેં પૂર્વ સૂરિઓએ ગુરુઆમ્નાયપૂર્વક પ્રકાશિત કરેલાં મંત્રપદોથી ગૂંથેલું છે. જેની ભક્તિ એટલે બહિર્યાગ, વિધિ-વિધાન કે અનુષ્ઠાન કરવાથી સલિલાદિ આઠ પ્રકારના ભયોનો તથા રાક્ષસાદિ આઠ પ્રકારના ઉપદ્રવોનો નાશ થાય છે, તેમ જ તુષ્ટિ અને પુષ્ટિની સિદ્ધિ પણ થાય છે, અને જે મનુષ્યો તેનો નિરંતર ભાવનાપૂર્વક પાઠ કરે છે કે ભાવના-પૂર્વક તેને બીજાની પાસેથી સાંભળે છે કે મંત્રયોગના નિયમ મુજબનો અંતર્યાગ કરતાં ‘મહાભાવ સમાધિ’ સુધી પહોંચે છે, તેને નિશ્ચય-પૂર્વક ‘શાંતિપદ’ની પ્રાપ્તિ થાય છે; અને તેમ થતાં શ્રીમાનદેવસૂરિને પણ સત્પુરુષાર્થમાં નિમિત્ત થવા બદલ ઉત્કૃષ્ટ ‘શાંતિપદ’ની પ્રાપ્તિ થવાનો સંભવ છે.
શ્રીમાનદેવસૂરિએ આ સ્તવની રચના મંત્ર-શાસ્ત્રના સિદ્ધ નિયમો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International