Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૧૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
મુજબ કરીને તેના પરના પોતાના અપૂર્વ પ્રભુત્વની અચૂક સાબિતી આપી છે અને આઠ, સોળ તથા ચોવીસની સંખ્યાનો અતિ કુશલતાથી ઉપયોગ કરીને પોતાની અદ્વિતીય પ્રતિભા પણ સિદ્ધ કરી છે. તેમણે મંગલાચરણમાં આઠ “શ”* વાપર્યા છે, પછી “નામમંત્ર-સ્તુતિ કરી છે. વળી ભયની ગણતરીમાં પણ સોળની સંખ્યાનો જ ઉપયોગ કર્યો છે અને દેવીની સ્તુતિમાં ચોવીસ નામોની યોજના કરી છે. આ ઉપરાંત તેમણે “તિ', “વ” વગેરે અવ્યયોનો ઉપયોગ ઘણી જ કુશળતાથી કરેલો છે, જે ભાષાવિશારદોને અતિ ચકિત કરનારો છે.
આ સ્તવ ઉપર શ્રીહર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૨૮માં, વાચનાચાર્ય શ્રીગુણવિનયે વિ. સં. ૧૬૫૮માં, શ્રીસિદ્ધિચન્દ્રમણિએ વિ. સં.૧૬૯૦ની આસપાસ અને ધર્મપ્રમોદગણિએ પણ લગભગ તે જ અરસામાં ટીકાઓ રચેલી છે. તેમ જ કોઈએ અવચૂરિ રચ્યાની નોંધ પણ જૈન-સાહિત્યમાં જોવામાં આવે છે.
સંક્ષિપ્તમાં આ સ્તવ ઉત્તમ કોટિનું એક મંત્રમય ચમત્કારિક સ્તવ છે અને તે દૃષ્ટિએ તેનું મનન, પરિશીલન થવું ઘટે છે.
(૭) પ્રકીર્ણક આ સ્તવ વીર-નિવણની સાતમી સદીમાં પ્રભુ મહાવીરની ઓગણીસમી પાટે વિરાજેલા પ્રભાવક આચાર્યવર શ્રી માનદેવસૂરિએ રચેલું છે. તેઓ વિ. સં. ૨૬૧માં સ્વર્ગે સંચર્યા એમ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”(ભાગ ૨, પૃ. ૩૫૦)માં જણાવ્યું છે. પ્રસ્તુત સ્તવના યંત્ર માટે જુઓ પરિશિષ્ટ ૩.
* તૈત્તિરીય ઉપનિષદુની શિક્ષાવલ્લીના પ્રથમ અનુવાકમાં નીચેની સ્તુતિ આવે છે, જેમાં પણ બરાબર આઠ “શના ઉપયોગ થયેલો છે :
ૐ શં નો મિત્ર ! શું વ: | £ નો ભવત્વમા ! શું નો રૂદ્ધો વૃત્તિ : | शं नो विष्णुरुरुक्रमः । नमो ब्रह्मणे । नमस्ते वायो । त्वमेव प्रत्यक्षं ब्रह्मासि । त्वामेव प्रत्यक्ष ब्रह्म वदिष्यामि । ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि । तन्मामवतु । तद्वक्तारमवतु । अवतु મામ્ | અવધુ વજીરમ્ || ૩ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org