Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૧૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
તેનો અર્થ સર્વ અંગોનું રક્ષણ કરનાર સ્તુતિ થાય છે. મંત્ર-સાધનામાં “કવચમ્ અતિ અગત્યની વસ્તુ છે. આ “કવચો' મંત્રના દેવતા-ભેદે જુદા જુદા પ્રકારના હોય છે.
સામાન્ય રીતે કવચોમાં શીર્ષ, વદન, કંઠ, હૃદય હાથ અને પગ એ રીતે ષડંગ ગણવામાં આવે છે અને તેનું રક્ષણ થાય છે. તે જ રીતે અહીં જનતાના દેહનાં છ અંગની ગણતરી રાખી હોય તેમ જણાય છે. તેમણે (૧) સકલસંઘને જનતાનું મસ્તક સમજીને રક્ષા માગી છે. (૨) સાધુઓને જનતાનું વદન સમજીને રક્ષા માગી છે. (૩) ભવ્ય-ઉપાસકોને હૃદય સમજીને રક્ષા માગી છે. (૪) સત્ત્વશાલી ઉપાસકોને હાથ સમજીને રક્ષા માગી છે. (૫) જંતુ ઉપાસકોને પગ સમજીને રક્ષા માગી છે. (૬) સમ્યગુદૃષ્ટિઓને કંઠ સમજીને રક્ષા માગી છે અને (૭) સામાન્ય જનતાને સકલ દેહ સમજીને રક્ષા માગી છે. આ રીતે તેમણે જગતનું મંગલ કરનારા “કવચની અદ્ભુત પ્રકારે રચના કરી છે.
| વિજયા-જયા-નવરત્નમાલાનો બીજો વિભાગ અક્ષરસ્તુતિનો છે. તેમાં વિજયા-જયા દેવીને ઉદ્દબોધન કરવામાં આવ્યું છે કે “હે દેવી ! તું ઉપર જણાવેલા તમામ લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર :
(૧) અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો જલ-ભય”. (૨) એકાએક આગ ફાટી નીકળવી, દવ પ્રકટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “અગ્નિ-ભય”. (૩) સ્થાવર કે જંગમ “વિષ-ભય”. (૪) જુદી જુદી જાતના સાપો તરફથી થતો “વિષધર-ભય”. (૫) ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો “ગ્રહચાર-ભય'. (૬) જુદાં-જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો “રાજ-ભય”. (૭) જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો રોગ-ભય”. (૮) લડાઈ કે “યુદ્ધનો ભય'. (૯) રાક્ષસનો ઉપદ્રવ. (૧૦) શત્રુ-સમૂહનો ઉપદ્રવ. (૧૧) મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતો મારીનો ઉપદ્રવ . (૧૨) ચોર-ડાક તથા ધાડપાડુ વગેરેનો ઉપદ્રવ. (૧૩) સાત પ્રકારની ઈતિઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ . (૧૪) સિંહ, વાઘ, વરુ, રીંછ વગેરે શિકારી પશુઓથી ઉત્પન થતો ઉપદ્રવ, અને (૧૫-૧૬) ભૂત, પિશાચ તથા શાકિનીઓ વગેરેનો ઉપદ્રવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org