Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૦૪૧૩
આપે છે; તેથી તેને “સાધૂનાં નવા શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ-!' તરીકે સંબોધવામાં આવી છે. સાધુ અને સાધ્વી પછી સ્તવકર્તાએ ઉપાસકોના ત્રણ વર્ગને ક્રમશઃ લીધા છે. તેમાં પહેલો વર્ગ “ભવ્ય ઉપાસક'નો છે, જે નિષ્કામ ભક્તિવાળો હોઈને શ્રેષ્ઠ છે. આ કોટિના ઉપાસકોને દેવી સિદ્ધિ, શાંતિ અને પરમ પ્રમોદ આપે છે, એટલે તેને ‘પાનાં સિદ્ધ” તથા “નિવૃતિ-નિર્વાણ-ખનન !' કહી છે. બીજો વર્ગ “સત્ત્વશાલી ઉપાસકનો લીધો છે કે જે સકામ ભક્તિવાળો હોઈ ને મધ્યમ છે. આ કોટિના ઉપાસકોને દેવી અભય અને સ્વસ્તિ આપી, તેમનો સાધના-માર્ગ નિષ્કટક બનાવે છે; તેથી તેને સમય-કાન-નિરતે !” અને
સ્વતિ પર્વે !' તરીકે સંબોધવામાં આવી છે. ત્રીજો વર્ગ “જંતુ ઉપાસક'નો લીધો છે કે જે અતિ સકામ હોઈને જઘન્ય છે. આ કોટિના ઉપાસકોનું દેવી શુભ કરે છે; તેથી તેને “મજીનાં શુમાવ!' તરીકે સંબોધવામાં આવી છે. પછી શ્રાવક-શ્રાવિકા વર્ગમાં જેઓ દેવ, ગુરુ અને ધર્મના તત્ત્વ-નિશ્ચયરૂપ સમ્યક્તને પામેલા હોઈને “સમ્યગૃષ્ટિ' કહેવાય છે, તેમને લીધા છે. દેવી આ વર્ગને “ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ” શાંત રસના સંચારી ભાવો સદા મળતા રહે, તે માટે પ્રયત્નશીલ રહે છે અને તે કારણે જ તેને “
પ છીનાં સદ્દા ધૃતિતિ-તિ-વૃદ્ધિ-પ્રીનાથ તે !' કહેવામાં આવી છે. હવે જેઓ વ્રત-નિયમની ઉત્કૃષ્ટ આરાધના કરનારા નથી, દેવ અને ગુરુની વિશેષરૂપે ભક્તિ કરનારા પણ નથી, તેમ જ દેવ, ગુરુ અને ધર્મના તત્ત્વનો નિશ્ચય કરી ચૂકેલા પણ નથી, પરન્તુ સામાન્ય રીતે જિન-શાસન પ્રત્યે શ્રદ્ધા અને સદ્ભાવ ધરાવે છે, તેમને અહીં “જિન-શાસન-નિરત' તરીકે ઓળખાવ્યા છે. તથા જેઓ (જિનશાસનને નહિ માનવા છતાં) શ્રી શાંતિનાથ ભગવાનની અલૌકિક અને અચિત્ય શક્તિથી પ્રભાવિત થઈને તેમનું સ્મરણ, વંદન કે કીર્તન કરી રહ્યા છે, તેમનો અહીં ‘શાન્તિ-નતા ગનતા' તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બન્ને વર્ગને વિજયા-જયા “શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશ આપે છે. તેથી તેને “નિનશાસનનિરતાનાં શાન્તિ–નતાનાં નનતાનાં શ્રી-સમ્પ-ઋીર્તિ-યશો-વર્ધ્વનિ !' તરીકે સંબોધવામાં આવી છે. એટલે વિજય અને જયા સમસ્ત જગતનું અને વિશેષ કરીને ચતુર્વિધ સંઘના પ્રત્યેક વિભાગનું મંગલ તેમ જ રક્ષણ કરનારી છે.
કવચનો સામાન્ય અર્થ બખ્તર કે રક્ષણનું સાધન છે. મંત્ર-પરત્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org