Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કારણ કે તે હાજરાહજૂર છે. (૮) ભદ્રા-કારણ કે તે ભદ્ર-સુખને દેનારી છે. (૯) કલ્યાણી-કારણ કે તે કલ્યાણની કરનારી છે. (૧૦) મંગલા-કારણ કે તે મંગલ કરે છે. (૧૧) શિવા-કારણ કે તે શિવ કરે છે. (૧૨) તુષ્ટિદાકારણ કે તે તુષ્ટિ કરે છે. (૧૩) પુષ્ટિદા-કારણ કે તે પુષ્ટિ કરે છે. (૧૪) સિદ્ધિદાયિની-કારણ કે તે સિદ્ધિ આપવામાં સહાય કરે છે. (૧૫) નિવૃતિ (શાંતિદેવી)-કારણ કે તે શાંતિ કરે છે. (૧૬) નિર્વાણી-(શ્રી શાંતિનાથ ભગવાનની શાસનદેવી)-કારણ કે તે નિર્વાણ-પ્રાપ્તિમાં સહાય કરે છે. (૧૭) અભયા-કારણ કે તે બધાં ભયો દૂર કરી અભયની સ્થિતિ પ્રવર્તાવે છે. (૧૮) ક્ષેમકરી-કારણ કે તે ક્ષેમ કરે છે. (૧૯) શુભંકરી-કારણ કે તે શુભ કરે છે. (૨૦) સરસ્વતી-કારણ કે તે ધૃતિ, રતિ, મતિ, બુદ્ધિ આપે છે. (૨૧) શ્રીદેવતા-કારણ કે તે સૌંદર્ય અને શોભા આપે છે. (૨૨) રમા-કારણ કે તે સંપત્તિમાં વૃદ્ધિ કરે છે (૨૩) કીર્તિદા-કારણ કે તે કીર્તિમાં વૃદ્ધિ કરે છે. અને (૨૪) યશોદા-કારણ કે તે યશમાં વૃદ્ધિ કરે છે.
સ્તવર્તાએ અહીં દેવીની વિવિધ નામો વડે સ્તુતિ કરવાની સાથે જગન્જંગલ કવચની રચના પણ કરેલી છે કે જે જગતનું મંગલ કરવામાં ઉપયોગી છે. તેમાં પ્રથમ “સકલસંઘને એટલે ચતુર્વિધ સંઘને યાદ કર્યો છે, કારણ કે આ સ્તવની ઉત્પત્તિ તેના નિમિત્તે થયેલી છે. વળી “ચતુર્વિધ સંઘ” એ “ધર્મતીર્થ” હોઈને તેનું સ્મરણ પ્રથમ કરવામાં આવે, તે સર્વથા યોગ્ય છે. આ ચતુર્વિધ સંઘનું ભદ્ર થાય, કલ્યાણ થાય તથા મંગલ થાય, એવા સર્વ પ્રયત્નો વિજયા-જયા કરે છે, તેથી જ તેને “સર્વસ્ય દૃશ્ય મદ્રસ્યા - -પ્ર !' તરીકે સંબોધવામાં આવી છે. સકલ સંઘનું મુખ્ય અંગ સાધુ અને સાધ્વી છે, તેથી બીજા ક્રમમાં તેમને યાદ કરવામાં આવ્યા છે. વિજયા-જયા સાધુ-સાધ્વીસમુદાયને થતા કોઈ પણ પ્રકારના ઉપદ્રવનું નિવારણ કરે છે, વળી તેમનું મન સંતુષ્ટ રહે તે પ્રકારની ચિત્તની સ્વસ્થતા ઉત્પન્ન કરવામાં પણ સહાય કરે છે તથા તેમની ધર્મ-ભાવના-ને પુષ્ટ કરનારા સાધન-સંયોગો પણ મેળવી
ઓમ્-પૂર્વક નમસ્કાર હો ! ઉત્તર દિશાના દ્વારની અધિનાયિકા, કાળા વર્ણવાળી, અભય, પાશ, અંકુશ અને મુદ્ગરને ધારણ-કરવાવાળી ઉત્તર દિશાના દ્વાર પર તું રહે રહે, હે અપરાજિતા ! સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org