Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૪૦૯
‘શાંતિ-સ્તવ' શ્રીશાંતિનાથ ભગવાનના સ્તવનરૂપ છે, શ્રીશાંતિદેવીનાં બે સ્વરૂપો-વિજયા અને જયા તેની સ્તુતિરૂપ છે
સ્તવકર્તાએ આ સ્તવના પ્રારંભમાં ‘શાન્તિમ્' પદ મૂકીને બે હેતુઓની સિદ્ધિ કરી છે. એક તો તે દેવાધિદેવ જગ-પૂજ્ય એવા શ્રીતીર્થંકર દેવનું નામ છે, જે મંગલરૂપ છે અને બીજું મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પ્રારંભમાં ‘કર્મ’નું* નામ લખવું તે ‘દીપન' છે-‘આવૌ નામ-નિવેશો દ્વીપનમ્' (ભૈ. ૫. કલ્પ), શાંતિકર્મ માટે આવશ્યક છે.
જે
શ્રીશાંતિનાથ ભગવાનને ‘સાત્તિ-નિશાન્ત,' ‘શાન્ત' અને ‘શાન્તાશિવ’ એમ ત્રણ વિશેષણો લગાડવામાં આવ્યાં છે, જે તેમના આંતરિક તેમજ બાહ્ય સ્વરૂપને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. શ્રીશાંતિનાથ ભગવાનનું અંતર શાંતિથી ભરેલું છે અને તેમની બહારની મુદ્રા પણ પ્રશમરસ-નિમગ્ન છે. વળી તેઓ સર્વ અશિવને શાંત કરનાર હોવાથી શિવ-સ્વરૂપ છે, એવા શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને સ્તવકાર સ્તવનો પ્રારંભ કરે છે અને ‘આ સ્તવ મંત્રપદો વડે બનાવું છું,’ તેવો નિર્દેશ પણ કરી દે છે. એટલે આ સ્તવ કોઈ સામાન્ય કૃતિ નથી, પણ એક મંત્ર-ગર્ભિત કૃતિ છે.
वा अनेनाभिमन्त्रितजलच्छादानाच्च श्रीसंघस्य शाकिनीजनितमरकोपद्रव उपशान्ति गतः, सर्वत्र शान्तिः समुत्पन्ना, ततः प्रभृति यावत् प्रायः प्रत्यहं लघुशान्तिः प्रतिक्रमणप्रान्ते प्रोच्यते इति સંપ્રાયઃ ।''
જયા-વિજયા અને અપરાજિતા નામની દેવીઓ જેમની સાન્નિધ્યમાં રહે છે, તે અત્યન્ત કરુણા-કોમળ-ચિત્તવાળા શ્રી માનદેવસૂરિએ સર્વ સ્થળના સકલ સંઘના કાયમી ઉપસર્ગ-નિવારણ માટે આ સ્તોત્ર તેઓને માટે બનાવ્યું. એટલે આ લઘુ શાન્તિસ્તોત્ર પ્રતિદિન પોતે બોલવાથી અથવા બીજાની પાસે સાંભળવાથી અથવા એના(શાંતિસ્તવ)થી મંત્રેલા પાણીના છંટકાવથી શ્રીસંઘમાં શાકિની દ્વારા કરાયેલો મરકીનો ઉપદ્રવ શમી ગયો અને શાન્તિ ઉત્પન્ન થઈ. ત્યારથી આજ સુધી પ્રાયઃ પ્રતિદિન લઘુશાન્તિ પ્રતિક્રમણના અન્તે બોલાય છે, એવો સંપ્રદાય છે.'
* કર્મો મુખ્યત્વે છ પ્રકારનાં છે :- શાંતિકર્મ, વશ્યકર્મ, સ્તંભનકર્મ, વિદ્વેષકર્મ, ઉચ્ચાટનકર્મ અને મારણકર્મ,
‘“શાન્તિ-વશ્ય-સ્તમ્મનાનિ, વિદ્વેષોન્ઘાટનું તતઃ ।
मारणं तानि शंसन्ति, षट् कर्माणि मनीषिणः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org