Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ટપોટપ મરવા લાગ્યા અને આખી નગરી શ્મશાન જેવી ભયંકર જણાવા લાગી.
આ પરિસ્થિતિમાં કેટલાક સુરક્ષિત રહેલા શ્રાવકો જિનચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે “અરે ! આ શું થવા બેઠું છે ? આજે સંઘના દુર્ભાગ્યે કપર્દીયક્ષ, અંબિકા દેવી, બ્રહ્મશાંતિચક્ષ, યક્ષરાજ તથા વિદ્યાદેવીઓ પણ અદશ્ય થઈ ગયેલી જણાય છે, અન્યથા આપણી હાલત આવી હોય નહિ. હવે શું કરવું ?'
તેઓ આ રીતે ચિંતામાં મગ્ન બન્યા, ત્યારે અંતરીક્ષમાંથી અવાજ આવ્યો કે-“તમે ચિંતા શા માટે કરો છો ? નાડૂલ નગરીમાં શ્રીમાનદેવસૂરિ વિરાજે છે, તેમનાં ચરણોમાં પ્રક્ષાલન-જલનો તમારાં મકાનોમાં છંટકાવ કરો એટલે બધો ઉપદ્રવ શાંત થઈ જશે.”
આ વચનથી આશ્વાસન પામેલા સંઘે વીરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિ-પત્ર સાથે નાડૂલ નગરે (નાડોલ-મારવાડમાં) શ્રીમાનદેવસૂરિ પાસે મોકલ્યો. ' સૂરિજી તપસ્વી, બ્રહ્મચારી અને મંત્ર-સિદ્ધ મહાપુરુષ હતા તથા લોકોપકાર કરવાની પરમ નિષ્ઠાવાળા હતા. તેથી તેમણે “શાંતિ-સ્તવ' નામનું એક મંત્ર-યુક્ત, સ્તોત્રરૂપ બનાવી આપ્યું અને પગ ધોવણ પણ આપ્યું. આ શાંતિસ્તવ લઈને વરદત્ત શાકંભરી નગરીએ પહોંચ્યો. ત્યાં પગધોવણનું (શાંતિ-સ્તવથી મંત્રેલું) પાણી અન્ય પાણી સાથે મિશ્રિત કરીને છાંટતા તથા શાંતિ-સ્તવનો પાઠ કરતાં મહામારીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. ત્યારથી તે સ્તવન સર્વ પ્રકારના ઉપદ્રવોના નિવારણ અર્થે બોલાવા લાગ્યું અને કાળક્રમે સપ્ત-સ્મરણનું એક અંગ બન્યું તથા પ્રતિક્રમણ સૂત્રમાં પણ બોલાવા લાગ્યું.
* શ્રીહર્ષકીર્તિસૂરિએ તથા સિદ્ધિચન્દ્રગણિએ સપ્તસ્મરણની ટીકાઓ રચી છે, તેમાં
આ સવને અનુક્રમે ચોથું તથા છઠું સ્મરણ ગણાવેલું છે. તે સંબંધી શ્રીસિદ્ધિચંદ્રગણિએ આ સ્તવનની ટીકામાં જણાવ્યું છે કે
"जया-विजया-ऽपराजिताभिधानाभिर्देवीभिर्विहितसान्निध्ये निरतिशयकरुणाकोमलचेतोभिः श्रीमानदेवसूरिभिः सर्वत्र सकलसंघस्य सर्वदोषसर्गनिवृत्त्यर्थं एतत् स्तोत्रं कृतं तैः साकं, तत: प्रभृति सर्वत्र अस्य लघुशान्तिस्तोत्रस्य प्रत्यहं स्वयमध्ययनादन्यसकाशात् श्रवणाद्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org