Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૦૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
રણ-ભયમાંથી, રાક્ષસના ઉપદ્રવમાંથી, શત્રુ સમૂહના ઉપદ્રવમાંથી, મરકીના ઉપદ્રવમાંથી, ચોરના ઉપદ્રવમાંથી, ‘ઇતિ’ સંજ્ઞક ઉપદ્રવોમાંથી, શ્વાપદના ઉપદ્રવોમાંથી અને ભૂત, પિશાચ તથા શાકિનીઓના ઉપદ્રવમાંથી રક્ષણ કર! રક્ષણ કર !! ૧૨-૧૩.
હે ભગવતી ! હે ગુણવતી ! તું અહીં નિરુપદ્રવતા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ કર ! ક્ષેમ કર !! ‘ૐ નમો નમો રા ય: ક્ષ પ્ ટ્ સ્વાહા. ૧૪.
ઉપર કહ્યા મુજબ જેમનાં નામ-મંત્ર-અને અક્ષર-મંત્ર પૂર્વક સ્તવાયેલી (વિજયા) જયાદેવી નમસ્કાર કરનારાઓને શાંતિ કરે છે, તે શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો. ૧૫.
પ્રાંત જણાવવાનું કે શાંતિ-સ્તવન પૂર્વસૂરિઓએ ગુરુ આમ્નાય-પૂર્વક પ્રકટ કરેલાં મંત્રપદોથી ગૂંથાયેલું છે અને તે વિધિ-પુરઃસરનું અનુષ્ઠાન કરનારાઓને સલિલાદિ-ભયોમાંથી મુક્ત કરનારું તથા ઉપદ્રવોની શાન્તિ કરવાપૂર્વક તુષ્ટિ અને પુષ્ટિને પણ કરનારું છે. ૧૬,
અને જે આ સ્તવને સદા ભાવ-પૂર્વક ભણે છે, અન્યની પાસેથી ભાવ-પૂર્વક સાંભળે છે, તેમ જ મંત્રયોગના નિયમ પ્રમાણે તેની ભાવના કરે છે, તે નિશ્ચય શાંતિપદને પામે છે. સૂરિ શ્રીમાનદેવ પણ શાંતિપદને પામો. શ્રીજિનેશ્વરદેવનું પૂજન કરતાં સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે, વિઘ્નરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૧. સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણોનાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન (પ્રવચન) સદા જયંવતું વર્તે છે. ૨. ૬. સૂત્ર-પરિચય
જો ચમત્કારનો અર્થ વિશ્વના સનાતન નિયમોથી વિરુદ્ધ કોઈ પણ હકીકત એવો કરીએ તો એ પ્રકારનો ચમત્કાર હતો નહિ, છે પણ નહિ અને હશે પણ નહિ, કારણ કે વિશ્વના નિયમો ત્રિકાલાબાધિત છે અને તે કોઈ પણ સંયોગોમાં ફરતા નથી; પરંતુ ચમત્કારનો અર્થ જો ‘આશ્ચર્યકારી ઘટના,’ ‘અસામાન્ય બનાવ' અથવા ‘આપણી કલ્પના બહારની હકીકત' એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org