Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૧) ઉપદ્રવ થતાં, (૨) દુભિક્ષ થતાં, (૩) દુશ્મનની ચડાઈ થતાં, (૪) રાજા દુષ્ટ થતાં, (૫) ભય આવી પડતાં, (૬) વ્યાધિ ઉત્પન્ન થતાં, (૭) માર્ચનો રોધ થતાં એ (૮) કોઈ વિશિષ્ટ કાર્ય આવી પડતાં-આ આઠ તથા બીજાં કારણો ઉત્પન્ન થતાં મંત્રવાદી મંત્રનો ઉપયોગ કરીને દર્શનાચારના આઠમા પ્રભાવના નામના અંગનું પાલન કરે છે. (કે જેથી સમ્યગ્ગદર્શન ગુણની આરાધના થાય છે.)
આવા મહાઉપકારી પુરુષ લોકોત્તર “શાંતિપદને પામે એ સ્વાભાવિક છે, તેમ છતાં આપણા પ્રત્યેનું તેમનું ઋણ કંઈક અંશે અદા કરવા માટે આપણે એવી ભાવના ભાવવાની છે કે આ સ્તવના રચયિતા શ્રીમાનદેવસૂરિ પણ લોકોત્તર એવા “શાંતિપદને પામે.
(૧) ક્ષયે યતિ ક્ષય પામે છે. શું? ૩૫ : -ઉપસર્ગો. બીજું શું થાય છે ? છિદ્યત્તે વિવિય: -વિજ્ઞરૂપી વેલીઓ છેદાય છે. તથા શું થાય છે ? મનઃ પ્રસન્નતામ્ તિ-મન પ્રસન્નતાને પામે છે. ક્યારે ? પૂજ્યમાને વિનેશ્વરે-શ્રી જિનેશ્વરને પૂજતાં. (૨) પૂર્વવતુ.
(૫) અર્થ-સંકલના શાંતિ-વાળા, શાંતિ સ્વરૂપ અને શાંતિકર શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને, સ્તુતિ કરનારાઓની શાંતિને અર્થે હું મંત્ર-ગર્ભિત પદો વડે શાંતિ-કરવામાં નિમિત્તભૂત એવા સાધનને શ્રી શાંતિનાથને નમું છું. ૧.
(શ્રી શાંતિજિન-પંચરત્ન-સ્તુતિ) શ્રી શાંતિજિન (૧) જેનું નામ ૐ નિર્ધારિત કરવામાં આવ્યું છે તેને વારંવાર નમસ્કાર હો. (૨) તે ભગવાન છે. (૩) તે પૂજાને યોગ્ય છે, (૪) તે જયવાન છે, (પ) તે યશસ્વી છે. અને (૬) તે દમન કરાનારાના સ્વામી છે. ૨.
(૭) ચોત્રીશ અતિશયરૂપ મહાસંપત્તિથી યુક્ત, (૮) પરમ પ્રશસ્ત, (૯) રૈલોકય-પૂજિત અને (૧૦) શાંતિના અધિપતિ એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org