Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૪૦૩
આમ્નાયપૂર્વક પ્રકાશિત કરેલા મંત્રોથી ગર્ભિત વળી કેવું છે એ શાંતિસ્તવન? “મિતાં સતિનાવમવિનાશી શાસ્થતિરચ-ભક્તિ કરનારાઓના સલિલાદિ ભયોનો વિનાશ કરનાર, તેમજ ઉપદ્રવોનું નિવારણ કરવા વડે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરનાર. સ્તિ-પદ અહીં અધ્યાહારથી સમજવાનું છે.
સ્તવકર્તાએ અહીં એ વાત સ્પષ્ટ રીતે દર્શાવી છે કે આ સ્તવમાં જે કંઈ મંત્રો ગૂંથવામાં આવ્યા છે, તે પૂર્વે થઈ ગયેલા મહાન નિગ્રંથ આચાર્યોએ ગુરુ-આખ્ખાય-પૂર્વક પ્રદર્શિત કરેલા છે. વળી એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેઓ ભક્તિવાળા એટલે મંત્રસાધકો છે, તેમને આ સ્તવન સલિલાદિ-ભયોનો નાશ કરનારું તેમજ શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરનારું થાય છે.
(૧૭) યાયાત્પામે શું? શાન્તિ -શાંતિપદને. કેવી રીતે ? દિનિશ્ચય-પૂર્વક. કોણ ? :-તે. કોણ છે ? : પન્ન સલા પતિ, કૃણોતિ - જે તેનો નિરંતર પાઠ કરે છે, તથા જે તેને નિરંતર સાંભળે છે તે. વળી કોણ તે ? યથાયોri માવતિ વા–અથવા જે તેની મંત્ર-યોગના નિયમ અનુસાર ભાવના કરે છે તે. બીજું કોણ શાંતિપદને પામે ? સૂઃ શ્રીમાનવેવસૂરિ શ્રીમાનદેવ પણ.
આ સ્તવન જેમ સલિલાદિ ભયોનો નાશ કરનારું અને શાંતિ તુષ્ટિપુષ્ટિ કરનારું છે, તેમ “શાંતિપ્રદ'ને-સિદ્ધિ-પદને પણ આપનારું છે. તે આ રીત :
જેઓ નિત્ય આ સ્તવનો ભાવના-પૂર્વક પાઠ કરી જાય છે કે બીજા પાસેથી તેને ભાવના-પૂર્વક સાંભળે છે, કે તેની “મંત્રયોગ'ના સ્વીકૃત સિદ્ધાંતો અનુસાર ભાવના કરે છે, તેને “શાન્તિ-પદ પ્રાપ્ત થાય છે. મંત્રની “ભાવના' કરવી એટલે મંત્રના અધીશ્વરનો જપ કરવો, તથા મંત્રના અર્થની વિચારણા કરવી.
શ્રીમાનદેવસૂરિ આ મહાચમત્કારિક સ્તવના કર્તા છે, એવું સૂચન સૂરિ શ્રીમાન વેવ8 એ પદો વડે થાય છે. તેમણે ખાસ કારણ ઉપસ્થિત થયે આ સ્તવની રચના કરી હતી કે જે રીતે પ્રાચીન કાલના મહર્ષિઓ કરતા હતા. તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org