Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પ્રતિક્રમણની ક્રિયામાં બૃહચ્છાન્તિ' નામનું એક બીજું સૂત્ર આવે છે, તેની અપેક્ષાએ આ સૂત્ર નાનું હોવાથી આને “લઘુશાંતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંત્રિાદ્રિ-મંગલાદિ શબ્દ વડે “મંગલ, અભિધેય, વિષય-સંબંધ અને પ્રયોજન” સમજવાનાં છે. આ ચારે વસ્તુઓ સ્તવકર્તાએ પ્રથમ ગાથામાં દર્શાવી છે. “શાંતિ નમસ્કૃત્ય' એ બે પદો “મંગલ-સૂચક છે. “શક્તિ-નિમિત્તે તમ' એ બે પદો (શાંતિ-સ્તવ એવા) “અભિધેય’ના સૂચક છે. “અન્નપ' એ પદ (મંત્રપદ-પૂર્વકની સ્તુતિ) એવા “વિષયનું સૂચક છે અને સ્તોતુંઃ શક્તિ એ બે પદો (શાંતિ કરવાના) “પ્રયોજન'નાં સૂચક છે.
(૧) તીવિ-સ્તવું છું, કોને ? ગતિનિમિત્તશાંતિ-નિમિત્ત કારણને કેવી રીતે ? મન્નપર્વેદ-મંત્રગર્ભિત પદો વડે. શા માટે ? તોતુઃ શાન્ત-સ્તુતિ કરનારાઓની શાંતિને માટે. શું કરીને ? શક્તિ ન ત્ય-શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને. શા માટે શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરીને ? કારણ કે તેઓ શાન્તિ-નિશાન્ત-શાંતિના સદન છે, વળી શાન્તશાન્તરસથી યુક્ત છે શાન્તિ સ્વરૂપ છે. અને શાન્તાશિવ-શાન્ત થયેલા અશિવવાળા છે. શ્રી શાંતિનાથ ભગવાનને અપાયેલાં આ ત્રણે વિશેષણો સાર્થક છે, કારણ કે તેમના કષાયો સર્વથા ક્ષીણ થયેલા હોઈ તેઓ રાત-નિશાન છે અથવા શાંતિદેવીના આશ્રયસ્થાન હોઈ શાન્તિ-નિશાન્ત છે, વળી તેઓ શાંતરસથી યુક્ત કે પ્રશમરસમાં નિમગ્ન હોઈને શાન્ત છે અને કર્મનો સર્વ ક્લેશ ટળેલો હોઈ શાસ્તશિવ છે. વિશેષમાં જ્યારે તેઓ માતાની કુક્ષિમાં આવ્યા, ત્યારે તેમના પ્રભાવથી માતાએ છાંટેલ જળ વડે દેશભરમાં ફ્લાયેલો
ગચ્છાચાર-પ્રકીર્ણક'ની ટીકામાં પ્રશસ્તિ-પ્રસંગે શ્રીવિજયવિમલગણિવરે પણ આ સ્તવનો ઉલ્લેખ શનિ-સ્ત્ર તરીકે કરેલો છે. જેમકે :
"प्रद्योतनाभिधानस्ततोऽपि सूरीन्द्रमानदेवाख्यः ।।
शान्तिस्तवेन मारि, यो जहे देवताऽभ्यर्च्यः ॥
“પ્રદ્યોતન નામવાળા (આચાર્ય થયા.) અને ત્યાર પછી દેવતાઓના પૂજય શ્રીમાનદેવસૂરીશ્વર થયા કે જેમણે “શાંતિ-સ્તવ' વડે મરકીને દૂર કરી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org