Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૯૫
“શ્રીશત્તિ-સ્તવનગર, ગૃહીત્યા તવ વરમ્ |
स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥७३॥
શ્રી શાંતિ-સ્તવન' નામના ઉત્તમ સ્તવનને લઈને (૮) સ્વસ્થતાપૂર્વક તારા સ્થાને જા; તેથી ઉપદ્રવની શાંતિ થશે.
વળી શ્રીમાનદેવસૂરિના ગચ્છમાં થઈ ગયેલા એક વિદ્વાન સાધુએ તેમની સ્તુતિ કરતાં આ સ્તવનને સ્પષ્ટ રીતે “શાન્તિ-સ્તવ' તરીકે ઓળખાવેલું છે. જેમકે :
"नड्डुल-नामनगरे कृतमेघकालैः, शाकम्भरीपुर-समागतसङ्घवाचा ।
शान्तिस्तवः प्रबलमारिभयापहारी, यैर्निर्ममे सुविहितक्रमममार्गदीपैः ॥"
નાડૂલ (નાડોલ-મારવાડ) નામના નગરમાં ચોમાસું કરનારા અને સુવિહિતોના ક્રમ-માર્ગના દીપક જેવા (મંત્ર-શાસ્ત્રોમાં પારંગત એવા શ્રીમાનદેવસૂરિએ) પ્રબલ-ભયંકર મરકીના ભયને દૂર કરનારું ‘શાંતિ-સ્તવ' શાકંભરી નામના નગરથી આવેલા સંઘની વિનંતિથી બનાવ્યું.”
તપાગચ્છ-નાયક ગુણરત્નસૂરિએ સં. ૧૪૬૬માં રચેલા “ક્રિયારનસમુચ્ચય'ના અંતમાં ગુરુપર્વક્રમ-વર્ણનાધિકાર(શ્લો.૧૨)માં જણાવ્યું છે કે :
“TI-નયાડ વિનિંતો નક્નપૂe-fસ્થતઃ.
શાશ્મીપુરે મારિ બદ્દે શાન્તિ-સ્તવીર્વે : "
“પદ્મા, જયા વગેરે દેવીઓથી નમન કરાયેલા, નફૂલપુરી(નાડોલ, મારવાડ-ગોડવાડ-પંચતીર્થીઓમાં રહેલા જેમણે (માનદેવસૂરિએ) શાંતિસ્તવથી શાકંભરીપુરમાં પ્રકટેલી મારી(મરકી)ને હરી હતી-દૂર કરી હતી.”
તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિએ સં. ૧૪૬૬(૯૯)માં રચેલી “ગુર્નાવલી'(શ્લો. ૩૦થી ૩૪)માં ગુરુ માનદવસૂરિનું સંસ્મરણ કરતાં તેમણે રચેલા આ શાંતિસ્તવથી મારી(મરકી)ને દૂર કરી હતી, તેમ સૂચવ્યું છે :
"वर्षासु नडुलपुरस्थितोऽपि, शाकम्भरीनाम्नि पुरे प्रभूताम् ।
तदागतश्राद्धगणार्थनातः शान्तिस्तवाद् मारिमपाहरद् यः ॥"
ભાવાર્થ :-“પ્રભુ મહાવીરની પટ્ટ-પરંપરામાં થયેલા માનદેવસૂરિ, જેઓએ વર્ષાકાલ(ચોમાસા)માં નાડોલપુરમાં રહ્યા છતાં પણ શાકંભરી નામના નગરમાં ઉત્પન્ન થયેલી મારી(મરકી)ને, તે નગરથી આવેલા શ્રાદ્ધ-ગણની પ્રાર્થનાથી રિચેલા] શાંતિસ્તવથી દૂર કરી હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org