Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-ર
વગેરે નામથી ઓળખાય છે. આ સૂત્રનો પ્રારંભ “વંદિત્ત પદ વડે થતો હોઈને તે “વંદિત્ત-સૂત્ર'ના નામથી પણ ઓળખાય છે.
આ સંપૂર્ણ સૂત્ર પચાસ પદ્યમય ગાથાઓમાં રચાયેલું હોઈને સરળતાપૂર્વક કંઠે કરી શકાય તેવું છે, તથા શ્રાવક-જીવનનો સંપૂર્ણ ખ્યાલ આપનારું હોઈને પુનઃ પુનઃ પઠન-મનન કરવા યોગ્ય છે.
સૂત્રના પ્રારંભમાં અભીષ્ટની સિદ્ધિ માટે તથા વિપ્નના નિવારણ માટે મંગલાચરણ કરવામાં આવ્યું છે, તથા જે હેતુથી આ સૂત્રની રચના - થયેલી છે, તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. “શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ” એ તેનો સ્પષ્ટ હેતુ છે.
ધર્મનું મુખ્ય પ્રયોજન “જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના છે, તેથી પહેલું પ્રતિક્રમણ” તે ત્રણમાં લાગેલા અતિચારોનું કરવામાં આવ્યું છે. આ પ્રતિક્રમણ માત્ર સ્કૂલ દોષોનું જ નથી, પરંતુ સૂક્ષ્મ દોષોનું પણ છે, જે વ્રતના આરાધકે કેટલી યતનાથી ચાલવાનું છે, તેનું સૂચન કરે છે.
ત્રીજી ગાથામાં સર્વ પાપના મૂળ-સમા “પરિગ્રહ અને આરંભ'ને લીધે લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે તથા ચોથી ગાથામાં રાગ અને દ્વેષ વડે ઇંદ્રિયો અને કષાયોના અપ્રશસ્ત પ્રવર્તનથી થયેલા દોષોની નિંદા તથા ગહ વડે શુદ્ધિ કરવામાં આવી છે. આ પાંચમી ગાથામાં દબાણ અને પરવશતાથી કરવી પડેલી ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ' વડે ઉત્પન્ન થયેલા દોષોનું તથા છઠ્ઠી ગાથામાં બારે વ્રતોના પાયા-સમાન “સમકિત'માં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. “સમકિત” અથવા “સમ્યગદર્શન'ને વ્રતનો પાયો કહેવાનું કારણ એ છે કે તેના સદૂભાવે વ્રતનું પાલન યથાર્થ થઈ શકે છે, અને તેની ગેરહાજરીમાં વ્રત-પાલનની ભાવના મૂળમાંથી જ ડોલી જાય છે. અહંતો પર પૂરી શ્રદ્ધા હોય તો તેમનાં વચનો ઉપર પણ પૂરી શ્રદ્ધા થાય છે, તો તેમણે પ્રરૂપેલાં વ્રતોની ઉપયોગિતા સંબંધી મનમાં કોઈ પણ જાતની શંકા રહેતી નથી. આ જ વાત ગુરુના વિષયમાં સમજવાની છે.
માણસની શ્રદ્ધાને ડોલાવનારી જે પાંચ વસ્તુઓ અહીં રજૂ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org