Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વરકનક-' સ્તુતિ ૦૩૬૧
આ વર્ણન યંત્રના સ્મરણ-પ્રસંગમાં યોજાયેલું હોઈને યોગવિદ્યાવિશારદોને ધ્યાન ધરવામાં ઉપયોગી થઈ શકે તેવું છે. યોગનિષ્ઠોના મત પ્રમાણે અમુક રંગનું ધ્યાન અમુક પરિણામ નિપજાવી શકે છે; જેમ કે પીળા રંગનું ધ્યાન સ્તંભન કરવામાં ઉપયોગી છે, રાતા રંગનું ધ્યાન ક્ષોભણ માટે ઉપયોગી છે, કાળા રંગનું ધ્યાન વિદ્વેષણ માટે ઉપયોગી છે, વગેરે વગેરે. યંત્રને તૈયાર કરતી વખતે પણ આ ગાથા ખાસ બોલવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org