Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૬૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિષય-વિકાર-રહિત અવસ્થા કે ઉપદ્રવનું નિવારણ. નિશાન્ત-નિકેતન, સદન, ગૃહ, આશ્રય કે સ્થાન (અ. ચિ. ભૂમિકાંડ પ૫-૫૮). એટલે શક્તિનિશક્તિનો અર્થ શાંતિનિકેતન, શાંતિ-સદન કે શાંતિનું ધામ થાય છે. અથવા શક્તિપથી તે નામની દેવી ગ્રહણ કરીએ તો શાંતિદેવીનું આશ્રયસ્થાન એવો અર્થ પણ સંગત છે.*
* “પ્રભાવચરિત'માં કહ્યું છે કે
"श्रीशान्तिनाथतीर्थेशा-सेविनी शान्तिदेवता । સા મૂતિયં કૃત્વાડમન્ત્રાગાત્ વતે હેમુમ્ II૬ધા” -શ્રીમાનદેવસૂરિ-પ્રબંધ
શ્રી શાંતિનાથ ભગવાનુના તીર્થની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિઓ બનાવીને અમારા (વિજયા અને જયાના) મિષથી તેમને વંદન કરે છે.”
અર્થાત્ શાંતિદેવી તે શ્રી શાંતિનાથ ભગવાનૂની શાસન-દેવી છે.
નિર્વાણકલિકામાં ચોવીસ શાસન-દેવીઓનું વર્ણન કર્યા પછી શાંતિદેવીનું વર્ણન આવે છે. તેમાં જણાવ્યું છે કે-"તથા પવિતાં વવવ મસ્તારનાં વતુર્મનાં वरदाक्षसूत्र-युक्त-दक्षिणकरां कुण्डिका-कमण्डल्वन्वित-वामकरां चेति ॥"
શ્વેત વર્ણવાળી, કમલ પર બેઠેલી, ચાર ભુજાવાળી, વરદ મુદ્રા અને અક્ષમાલાયુક્ત જમણા હાથવાળી તથા કુંડિકા અને કમંડલુથી યુક્ત ડાબા હાથવાળી શાંતિદેવીને.”
આ વર્ણન શ્રી શાંતિનાથ ભગવાનની શાસનદેવી નિર્વાણીને મહદ્ અંશે મળતું છે. નિર્વાણકલિકાના “અહંદાદિનાં વર્ણાદિક્રમ-વિધિમાં જણાવ્યું છે કે :-“નિર્વાનો देवी गौरवर्णां पद्मासनां चतुर्भुजां पुस्तकोत्पलयुक्त-दक्षिणकरां कमण्डलु-कमलयुक्त-वामहस्तां
“શ્વેત વર્ણવાળી, કમલ પર બેઠેલી, ચાર ભુજાવાળી, પુસ્તક અને કમલયુક્ત જમણા હાથવાળી અને કમંડલુ તથા કમલયુક્ત ડાબા હાથવાળી નિર્વાણી દેવીને.” આ બંને વર્ણનોની તુલના કરવાથી વસ્તુ-સ્થિતિ વધારે સ્પષ્ટ થશે.
શાંતિદેવી
નિર્વાણી - શ્વેત
શ્વેત – કમલ
કમલ - ચાર
ચાર
વર્ણ
આસન
ભુજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org