Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૪૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૪) તાત્પર્યાર્થ
પ્રાભાતિ-વીસ્તુતિ :-પ્રભાતસમયે રાત્રિક-પ્રતિક્રમણનાં છ આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે. તેમાં શ્રીવીરપ્રભુની સ્તુતિ પહેલી છે. તેથી તે ‘પ્રામાતિ-વીસ્તુતિ’ કહેવાય છે. પ્રથમ પદો પરથી તે ‘વિશાલ-લોચન-દલં’ સ્તુતિના નામે પણ ઓળખાય છે.
વિશાત-તોષન-i..
વ: ।
પુનાતુ વઃ-તમને પવિત્ર કરો. ક્યારે ? પ્રાત-પ્રાતઃ-કાળમાં, કોણ પવિત્ર કરે ? વી-નિનેન્દ્રસ્થ મુદ્ધ-પદ્મ-વીર જિનેશ્વરનું મુખ-પદ્મ. કેવું છે એ મુખ-પદ્મ? વિશાળતોષન-i-વિશાલ લોચનરૂપી પત્રોવાળું છે. વળી કેવું છે એ મુખ-પદ્મ? પ્રોદ્યદ્દન્તાંશુ સરમ્-ઝળહળતા દાંતનાં કિરણોરૂપી કેસરવાળું છે.
પ્રાતઃકાલમાં ખીલી ઊઠતું કમળ પોતાની કમનીય કાંતિ અને સુમધુર સુવાસથી માનવીનું મન મુદિત કરે છે. એ ઘટનાનો ઉપમેય તરીકે ઉપયોગ કરતાં શ્રીવીરજિનેશ્વરના મુખને મુખ-પદ્મ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. કમલમાં સુંદર પત્રો હોય છે અને વચ્ચે કેસર જોવામાં આવે છે, તે રીતે શ્રીવીરજિનની વિશાલ આંખો પત્રનું સ્થાન સાચવે છે અને દંતપંક્તિ ચકચકત હોવાને કારણે તેમાંથી પ્રકાશનાં જે કિરણો પડે છે, તે કેસરનો ખ્યાલ આપે છે. પરંતુ આ મુખ-પદ્મ સામાન્ય કમળની જેમ માત્ર મનને જ મુદિત કરે છે એટલું જ નહિ કિંતુ દર્શનમાત્રથી સહુને પવિત્ર કરવાનું કામ પણ કરે છે. તેથી જ સ્તુતિકાર કહે છે કે શ્રીવીરજિનેશ્વરનું આવું પ્રશસ્ત મુખ-પદ્મ પ્રાતઃ કાળમાં પવિત્ર કરો.
ચેમાં......નિનેન્દ્રા ।
સન્તુ શિવાય-મોક્ષ-સુખને આપનારા થાઓ, કોણ ? નિનેન્દ્રી: જિનેશ્વરો. કયા જિનેશ્વરો / ‘યેષામ્ અમિષેર્મ કૃત્વા હર્ષભરત્ મત્તાં સુરેન્દ્રાં ના મુત્યું તૃષિ નૈવ ળયક્તિ' । -જેમનો સ્નાત્ર-મહોત્સવ કરવાથી અતિહર્ષિત થયેલા ઇન્દ્રો કે શ્રેષ્ઠ દેવો સ્વર્ગનાં સુખને તૃણની તોલે પણ ગણતા નથી, તે જિનેન્દ્રો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org