Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વિશાલ-લોચન-દલ-સૂત્ર ૩૪૭ બીજી સ્તુતિ સર્વ જિનેન્દ્રો એટલે બધા તીર્થકરોને ઉદ્દેશીને છે. આ તીર્થકરોની વિશેષતા એ છે કે તેમનો જન્મ થયા બાદ સૌધર્મેન્દ્રાદિ દ૪ ઇન્દ્રો તેમને મેરુપર્વત પર પાંડક નામે વનમાં લઈ જાય છે અને ત્યાં એક વિશાલ રત્નમય શિલા પર રહેલા સિંહાસન ઉપર સૌધર્મેન્દ્ર તેમને ખોળામાં લઈને બેસે છે. પછી માગધ, વરદામ આદિ તીર્થોમાંથી લાવેલા પવિત્ર જળ વડે તેમને અભિષેક કરે છે. આ સ્નાત્ર-મહોત્સવની વિધિમાં ભાગ લેતા દેવતાઓને એટલો હર્ષ થાય છે કે એ હર્ષાવેશ આગળ તેઓ સ્વર્ગના સુખની કિંમત તણખલા જેટલી પણ ગણતા નથી. તાત્પર્ય કે જેમની સેવા કરવામાં ઈન્દ્રો જેવા પણ અતિ આનંદ માને છે, તે જિનેન્દ્રો મોક્ષ-સુખને આપનારા થાઓ.
નડ્ડ-નિર્મુમ્....નમસ્કૃતમ્ |
વિનામે નૌમિ-પ્રાતઃકાળમાં હું સ્તુતિ કરું છું. કોની? વિનવેન્દ્રમષિતનાગમની. કેવો છે એ જૈનાગમ ? (૧) અપૂર્વવન્દ્ર-અપૂર્વ ચંદ્ર જેવો. (૨) નડ્ડ-નિર્મુ-કલંકથી રહિત. (૩) રમુજી પૂર્ણત-પૂર્ણતાથી ન મુકાયેલ, પૂર્ણ. (૪) તરાહુલનમૂ-કુતર્કરૂપી રાહુનો ગ્રાસ કરનાર. (૫) સવોદય-સદા ઉદય પામનાર. (૬) વુર્ધર્નમસ્કૃતમ્-પંડિતો વડે નમસ્કાર કરાયેલ.
ત્રીજી સ્તુતિ શ્રીજિનેશ્વર-કથિત આગમરૂપી ચંદ્રમાની કરવામાં આવી છે. આકાશમાંનો ચંદ્ર કલંકથી યુક્ત હોય છે, ત્યારે આ ચંદ્રમાં કોઈ પણ જાતનું કલંક નથી. વળી આકાશમાંના ચન્દ્રનો કૃષ્ણપક્ષમાં ક્રમશઃ ક્ષય થાય છે અને શુક્લ પક્ષમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે; તેથી બધો વખત તે પોતાની પૂર્ણતા જાળવી શકતો નથી, જ્યારે આ આગમ રૂપ ચંદ્ર એવો છે કે જે બધો વખત પોતાની પૂર્ણતા જાળવી રાખે છે. વળી આકાશના ચંદ્રને સમયે સમયે રાહુ ગળી જાય છે એવી લૌકિક માન્યતા છે, ત્યારે આ આગમરૂપ ચંદ્ર એવો છે કે-જે ખુદ રાહુને ગળી જાય છે. અહીં કુર્તકરૂપ રાહુ સમજવાનો છે. વળી આકાશમાંનો ચન્દ્ર રાત્રે જ ઉદય પામે છે, અમુક વખત ઊગીને અમુક વખતે આથમે છે, ત્યારે આગમરૂપ ચન્દ્ર સદા ઉદય પામેલો રહે છે. વળી લોકમાં જાણીતો ચંદ્ર જયારે જયોતિષ્ક દેવના એક વિમાનરૂપ છે, ત્યારે આગમરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org