Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અઢાઇક્વેસુ સૂત્ર ૦ ૩૫૭
સિરસા મસા મલ્થ વંમિ-કાયા અને મન વડે વાંદું છું.
શિર અને મન વડે વાંદું છું એમ બોલતાં કાયા અને મન વડે વંદન થાય છે તથા વાણી વડે પણ વંદન થાય છે, તેથી આ વંદન ત્રિવિધ છે.
(૫) અર્થ-સંકલના અઢીદ્વીપમાં આવેલી પંદર કર્મભૂમિઓમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્ર આદિ દ્રવ્યલિંગ તેમ જ પંચમહાવ્રત, અઢાર હજાર શીલાંગ, સદાચાર અને ચારિત્ર વગેરે ભાવ-લિંગને ધારણ કરનારા હોય તે સર્વેને મન, (વચન), કાયાથી વંદન કરું છું.
(૬) સૂત્ર-પરિચય આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છનાર વ્યક્તિ સાધુ અને સાધુતા પ્રત્યે સંપૂર્ણ પૂજ્યભાવવાળી હોય છે. આવો પૂજ્યભાવ પ્રદર્શિત કરવાના હેતુથી પ્રસ્તુત સૂત્રની યોજના થયેલી છે, તેથી તે “સાધુ-વંદન'ના નામથી ઓળખાય છે.
મનુષ્યની વસ્તી અઢીદ્વીપની બહાર હોતી નથી, એટલે સાધુઓ અઢીદ્વીપમાં જ હોય છે અને તેમાં પણ અકર્મભૂમિમાં ધર્મનો લાભ કે વિરતિપણાનો સંભવ નહિ હોવાથી તેમની ઉપસ્થિતિ પંદર કર્મભૂમિઓમાં જ થાય છે. આ પંદર કર્મભૂમિઓમાં દ્રવ્ય-લિંગ અને ભાવલિંગને ધારણ કરનારા જે કોઈ સાધુઓ હોય તે વંદનીય છે; તેથી તે બધાને કાયા, વાણી અને મનથી વંદન કરવામાં આવે છે.
સાધુના દ્રવ્ય-લિંગમાં રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્ર વગેરે ગણાવવામાં આવ્યાં છે, તે સ્પષ્ટ રીતે નિગ્રંથ મુનિઓનું સૂચન કરે છે અને ભાવ-લિંગમાં પાંચ મહાવ્રત, અઢાર હજાર શીલાંગ તથા અખંડિત આચાર અને ચારિત્રનો સમાવેશ થાય છે, તે પણ નિગ્રંથ મુનિઓનું જ સૂચન કરે છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળ પાઠ શ્રીઆવશ્યકસૂરાના ચોથા અધ્યયનના અંતભાગમાં આવેલા સમણસુત્તનો (યતિ-પ્રતિક્રમણ-સૂટાનો) એક વિભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org